બેંગ્લુરુની સતત 5મી જીત: પ્લેઓફની આશા અકબંધ: પાટીદારની ફિફ્ટી, યશ દયાલે 3 વિકેટ ઝડપી

India, Sports | 13 May, 2024 | 11:07 AM
16 વર્ષની મિત્રતામાં પ્રથમ વખત બોલર ઇશાંત શર્માએ વિરાટ કોહલીને આઉટ કર્યો
સાંજ સમાચાર

બેંગલોર,તા.13

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2024માં સતત 5મી જીત હાંસલ કરી. ટીમે વર્તમાન સિઝનની 62મી મેચમાં દિલ્હી કેપિટલ્સને 47 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે RCBએ તેની પ્લેઓફની આશા જીવંત રાખી છે. ટીમ 12 પોઈન્ટ સાથે 5માં નંબર પર આવી છે. આ સાથે જ દિલ્હી છઠ્ઠા નંબર પર આવી ગયું છે.

 એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં દિલ્હીએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. બેંગલુરુએ હોમ ગ્રાઉન્ડ પર 20 ઓવરમાં 9 વિકેટે 187 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ 19.1 ઓવરમાં 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

આરસીબી માટે રજત પાટીદારે 32 બોલમાં 52 રનની અડધી સદી ફટકારી હતી જ્યારે વિલ જેક્સે 41 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 3 છગ્ગાની મદદથી 27 રન બનાવ્યા હતા. કેમરૂન ગ્રીને 32 રનની અણનમ ઇનિંગ રમી હતી. ખલીલ અહેમદ અને રસિક સલામને 2-2 વિકેટ મળી હતી. ઈશાંત શર્મા, મુકેશ કુમાર અને કુલદીપ યાદવને એક-એક વિકેટ મળી હતી.

ડીસીના કેપ્ટન અક્ષર પટેલે 57 રનની ઇનિંગ રમી હતી. શાઈ હોપ 29 રન બનાવીને આઉટ થયા હતા અને જેક ફ્રેઝર-મેગાર્ક 21 રન બનાવીને આઉટ થયા હતા. યશ દયાલને 3 અને લોકી ફર્ગ્યુસનને 2-2 વિકેટ મળી હતી. સ્વપ્નિલ સિંહ, મોહમ્મદ સિરાજ અને કેમરન ગ્રીનને એક-એક વિકેટ મળી હતી. 2 બેટ્સમેન રન આઉટ થયા હતા.

સીઝનમાં પાટીદારની 5મી ફિફ્ટી :

રજત પાટીદારે 29 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી. તેણે સિઝનમાં તેની 5મી ફિફ્ટી ફટકારી. આ તેની 7મી આઈપીએલ ફિફ્ટી છે.

કોહલીની વિકેટ લેતો ઇશાંત, પેવેલિયન જતાં વખતે બન્ને મિત્રોએ  મસ્તી કરી : 

બેંગલુરુએ પણ ચોથી ઓવરમાં બીજી વિકેટ ગુમાવી દીધી હતી. અહીં વિરાટ કોહલી 27 રન બનાવીને આઉટ થયો હતો. તે ઈશાંત શર્માના હાથે વિકેટકીપર અભિષેક પોરેલના હાથે કેચ આઉટ થયો હતો. ઈશાંતે ઈંઙક ઈતિહાસમાં પ્રથમ વખત કોહલીની વિકેટ લીધી છે.

 

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj