પ્રાંચી તીર્થ ક્ષેત્રમાં જોષી પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન

Local | Rajkot | 21 May, 2024 | 02:53 PM
પ્રવિણભાઈ અને ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી દ્વારા કુટુંબીજનોને નિમંત્રણ મોકલાયા: તા.25થી 31 સુધી દરરોજ ભવ્ય પ્રસંગો ઉજવાશે
સાંજ સમાચાર

રાજકોટ તા.21
 ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના ટોબરા ગીરના પ્રવીણભાઈ મોતીભાઈ જોષી તથા રાજકોટ શહેર ભાજપ કાર્યાલય મંત્રી અને સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજના પ્રવકતા હરેશભાઈ જોષીની સંયુકત યાદીમાં જણાવાયું છે કે જોષી પરિવારના પિતૃઓ સ્વ. હરજીવનભાઈ નરસિંહભાઈ જોષી, સ્વ. અમૃતબેન હરજીવનભાઈ જોષી, સ્વ. મોતીલાલ હરજીવનભાઈ જોશી, સ્વ. હિંમતલાલ હરજીવનભાઈ જોષી, સ્વ. ધીરજલાલ હરજીવનભાઈ જોષી, સ્વ. ભાનુબેન ધીરજલાલ જોષી, સ્વ. પ્રભાબેન પ્રવિણચંદ્ર જોષી, સ્વ. પ્રફુલભાઈ ધીરજલાલ જોષી, સ્વ. રમેશભાઈ હિંમતભાઈ જોષી સહિતના પિતૃઓના મોક્ષાર્થે જોષી પરીવાર દ્વારા 100 વાર કાશી અને 1 વાર પ્રાચી એવા પ્રાચી તીર્થ ક્ષેત્રના મોક્ષ પીપળાના પ્રાંગણમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન પ્રાંચી ખાતે કરવામાં આવેલ છે.

 વ્યાસાસને વિદ્વાન ભાગવતાચાર્ય પ્રવકતા ભાવેશભાઈ ડી. પંડયા (કાશી, કણજડી વાળા) બિરાજી સંગીતસભર રસમય શૈલીમાં કથા રસપાન કરાવશે. ભકિત-મુકિત પ્રદાન કરનાર સર્વ પિતૃઓનો ઉધ્ધાર કરનાર તથા પ્રત્યેક જીવનું કલ્યાણ કરનાર આ પાવન પ્રસંગમાં પરિવારજનો ઉપસ્થિત રહે તે માટે નિમંત્રણો પાઠવવામાં આવી રહ્યા છે. દરરોજ રાત્રે નામાંકિત કલાકારો દ્વારા ડાયરા, લોકસાહિત્ય, જ્ઞાનસભર હાસ્ય સંમેલન અને સંતવાણીના કાર્યક્રમો યોજાશે. આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં સાધુ સંતો તેમજ જાહેર જીવનના આગેવાનો ઉપસ્થિત રહેશે.

 વધુ માહિતી આપતા પ્રવીણભાઈ જોષીએ જણાવ્યું હતું કે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પ્રારંભ પહેલા શ્રી સોમનાથ મહાદેવ ધ્વજા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. તા.24 શુક્રવાર સાંજે 5 કાકે શ્રી સોમનાથ મહાદેવ મંદિરે (પ્રભાસપાટણ) ધ્વજા ઉત્સવ માટે પ્રાંચી ખાતે ધ્વજાજીનું ભૂદેવો દ્વારા સોડષોપચારથી પૂજન અર્ચન વેદોકત મંત્રોચ્ચાર સાથે પ્રસ્થાન શુકવારે બપોરે 2 કલાકે શોભાયાત્રાના સ્વરૂપમાં સોમનાથ મહાદેવ મંદિર ખાતે જઈ ધ્વજાજીનો રોડ કાર્યક્રમ યોજાશે.

 પોથી યાત્રા તા.25 વૈશાખ વદ બીજ શનિવાર સવારે 8 કલાકે રાખવામાં આવેલ છે. જ્ઞાનયજ્ઞમાં અવિસ્મરણીય અવસરોમાં શ્રી કપિલ ભગવાન પ્રાગટય તા.26ના રવિવારે તેમજ શ્રી નૃસિંહ ભગવાન પ્રાગટય સોમવાર તા.27/5 સાંજે 6 કલાકે રાખવામાં આવેલ છે. મંગળવાર તા.28ના સવારે 10 કલાકે શ્રી વામન ભગવાન પ્રાગટય, તેમજ બપોરે 12 કલાકે શ્રીરામ ભગવાન પ્રાગટય, સાંજે 5 કલાકે શ્રીકૃષ્ણ ભગવાન પ્રાગટયના પ્રસંગોનું ભકિતસભર વર્ણન કરવામાં આવશે.

 તા.29ના સાંજે 5 કલાકે શ્રી ગોવર્ધન મહોત્સવના પ્રસંગ તા.30 ગુરૂવાર રાત્રે 9 કલાકે શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ અને શ્રી સુદામા ચરિત્રનો પ્રસંગ શુક્રવાર તા.31ના સવારે 10 કલાકે રાખવામાં આવેલ છે. કથા વિરામ વૈશાખ વદ આઠમ શુક્રવાર તા.31 બપોરે 12 કલાકે થશે. તો આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા પ્રવિણભાઈ જોષી તેમજ હરેશભાઈ જોષીની યાદીમાં જણાવાયું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj