રાજકોટ. તા.21
સરધાર પાસે થયેલ અકસ્માત બાદ કારને અગનગોળો બનાવી, ચાર લોકોનો ભોગ લેનાર ભંડારીયાના કાર ચાલકની આજીડેમ પોલીસે ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે ગોંડલના વોરા કોટડા રોડ પર રહેતાં સાહિલભાઈ ભુપતભાઈ સરવૈયાએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે તેમના પિતા ભુપતભાઈ તેમજ મોટાભાઈ વિમલભાઈ સાથે ફેબ્રિકેશનનું કામ કરે છે, તેમના લગ્ન અઢી મહિના પહેલા તેમના પડોશમાં રહેતા સુરેશભાઈ મકવાણાની દીકરી હિમાંશી સાથે થયેલ હતા.
ગઈ તા.19 ના સવારના દશેક વાગ્યે તેઓ તેના પત્ની હિમાંશી તથા કાકીજી સાસુ નિરૂપાબેન અતુલભાઈ મકવાણા, તેમની દીકરી હેતવીઅને દિકરો હિરેન, ફુઈજી સાસુ નીતાબેન સાકરીયા, તેમની દીકરી એકતાબેન, દીકરો મીત સાથે તેમના ફુવાજી સસરા અશોકભાઈ સાકરીયાની અલ્ટો કાર નં.જીજે-01-કે એલ 2247 લઈને ભંડારીયા ગામે માસીયાઈ સસરા મિલનભાઈ સોરાણીના દીકરાના લગ્ન પ્રસંગમાં ગયેલ હતા.
લગ્ન પ્રસંગમાં જમીને બપોરના ત્રણેક વાગ્યે ગોંડલ જવા માટે નીકળેલ હતા. આ વખતે કાર તેઓ ચલાવતો હતો અને બાજુમાં મારા પત્ની હિમાંશી બેઠેલ અને તેના ખોળામાં મીત બેસેલ હતો. પાછળની સીટમાં નીતાબેન, હિરેન, નિરૂપાબેન અને તેમના ખોળામાં હેતવી તેમજ એકતાબેન બેસેલ હતા.
બપોરના સાડા ત્રણેક વાગ્યે સરધાર નજીક આવેલ ભુપગઢ ગામ પાસે પહોંચેલ ત્યારે સિંગલ પટ્ટી અને ગ્રામ્ય વિસ્તારનો રોડ હોવા છતાં સામેથી સરધાર તરફથી એક કાર વાળાએ પોતાની કાર આગળ જતી કારને ઓવરટેક કરવા માટે રોંગ સાઈડમાં પુર ઝડપે ગફલત ભરી રીતે ચલાવી તેઓની કાર સાથે કાર ભટકાડતા કાર રોળ નીચે ઉતરી ગયેલ અને આ બનાવમાં ફરિયાદીને માથાના ભાગે વાગેલ હોય અને તે કારમાંથી બહાર નીકળવા જતા તેઓની કાર તેમજ ભટકાયેલ કાર કોઈ કારણોસર સળગવા લાગી અગનગોળો બની ગયેલ હતી અને હોન્ડા સિટી કાર નં જીજે-01-એચએન-7890 નો ચાલક પોતાની કાર ત્યાજ મૂકી ભાગી ગયેલ
હતો.
તે બનાવમાં ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડયા હતાં. જ્યાં તેમના પત્ની પત્ની હિમાંશી, કાકીજી સાસુ નિરૂપાબેન, તેમની દીકરી હેતવી, પુત્ર મીતનું કારમાંજ સળગી જવાથી મોત નીપજ્યું હતું. બનાવ અંગેની ફરીયાદમાં પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી પીઆઈ એ.બી.જાડેજાની રાહબરીમાં પીએસઆઈ જે. જી.રાણા અને અકસ્માત સર્જનાર હોન્ડા સીટી કારના ચાલક ગોપાલ વલ્લભ સભાડ (રહે. ભંડારીયા, જસદણ) ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy