ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન 10 જ્યોતિર્લિંગની યાત્રા કરાવશે

Saurashtra | Rajkot | 29 May, 2024 | 03:59 PM
IRCTC દ્વારા જૂન મહિનાથી ’એક ભારત શ્રેષ્ઠ ભારત’ અને ’દેખો અપના દેશ’ અંતર્ગત ધાર્મિક પ્રવાસોનું આયોજન
સાંજ સમાચાર

રાજકોટ, તા.29
IRCTC દ્વારા જૂન મહિનાથી ’એક ભારત શ્રેષ્ઠ ભારત’ અને ’દેખો અપના દેશ’ અંતર્ગત ધાર્મિક પ્રવાસોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગાંધીનગર રેલવે સ્ટેશનથી 3એ.સી સ્પેશિયલ ચાર્ટર્ડ કોચ દ્વારા કાશ્મીરનું પેકેજ તા.13 થી 23 જૂન ટ્રેન નંબર 19223 થી ઉપડશે. જેમાં કલોલ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાર, જોધપુરથી બોડિંગ કરી શકાય છે. 

ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા શ્રાવણમાસ સ્પેશિયલ 7 જ્યોતિર્લિંગ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા ભારત ગૌરવ ટ્રેન હેઠળ તા.3 થી 12 ઓગસ્ટ સુધીની રહેશે. આ યાત્રા દરમિયાન IRCTC મહાકાલેશ્વર - ઓમકારેશ્વર - ત્ર્યંબકેશ્વર - ભીમાશંકર - ગ્રિષ્ણેશ્વર - પરલી વૈજનાથ - મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મંદિર જેવા ધાર્મિક સ્થળોએ લઈ જશે.

ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા શ્રી રામ જન્મ ભૂમિ સાથે 3 જ્યોતિર્લિંગ યાતરનું આયોજન કરવામાં આવેલ. આ યાત્રા ભારત ગૌરવ ટ્રેન હેઠળ તા.15 થી 24 ઓગસ્ટ સુધીની રહેશે. આ યાત્રામાં અયોધ્યા, પ્રયાગરાજ, શ્રીનગવેરપૂર, ચિત્રકૂટ, વારાણસી, ઉજ્જૈન, નાસિક જેવા ધાર્મિક સ્થળોએ લઈ જવાશે. IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલા આ ટૂર પેકેજમાં બુકિંગ શરૂ થઈ ગયું છે. ઇચ્છુક પ્રવાસીઓ IRCTC ની વેબસાઇટ www. irctctourism. com  પર અને અધિકૃત એજન્ટો પાસેથી પણ ઓનલાઈન ટૂર પેકેજ બુક કરાવી શકે છે. તેમજ WhatsApp નંબર 9653661717 દ્વારા સંપર્ક કરી શકાશે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj