રાજકોટ, તા.15
અવધના ઢાળ પાસે વીરસાવરકરનગરમાં રહેતા ભાવેશભાઇ નવીનભાઇ નથવાણી (ઉ.વ.59)એ આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કર્યો હોવાનું જાણવા મળેલ છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ભાવેશભાઇ ગઈકાલે સવારના 08/30 વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરે હતા. ત્યારે કોઇ કોરણોસર એસીડ પી જતા અત્રેની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં લાવતા વોર્ડ ઇમરજન્સી/મેડીસીન 10માં દાખલ કરેલ હતા. અઅત્રે તા.14/4 ના સાંજે 6.50 વાગ્યે ઇમરજન્સી વોર્ડના ફરજ પરના ડો. દર્શન મકવાણાએ જોઇ તપાસી ભાવેશભાઈને મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના એ.એસ.આઇ. સી.જે.ઝાલાએ યુનિવર્સીટી પોલીસમાં જાણ કરતા એ.એસ.આઇ એચ.જે.જોગડા ટીમ સાથે દોડી આવ્યા હતા.મૃતદેહ પીએમ અર્થે ખસેડી પુછપરછ હાથ ધરતા જાણવા મળેલ કે, મૃતક મજૂરી કામ કરતા. સંતાનમાં એક દીકરી છે. જે બરોડા અભ્યાસ કરે છે. ઘરમાં આર્થિક ભીંસ ચાલતી હોય, એ કારણે ભાવેશભાઈએ આપઘાત કર્યાંનું જાણવા મળે છે. જોકે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy