(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.18
ભાવનગર જિલ્લાના તળાજા પંથક ડુંગળીના ઉત્પાદનનું ગુજરાત રાજ્યમાં મહત્વનું પીઠું ગણાય છે. ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતો અને વેપારીઓ બંનેમાં વાવેતર કરવાની અને વેપાર કરવાની હિંમત ધરાવતા હોવા જોઈએ. કારણકે કેરી,કેળા અને કાંદા ત્રણેય ના વેપારી માંદા આ કહેવત ક્યારે ચરિતાર્થ થાય તે નક્કી નથી હોતું. જોકે આ વખતે જે ખેડૂતો એ ડુંગળી વાવી છે ને સારો ઉતારો આવ્યો છે તે લખપતિ બન્યા છે.
તળાજા યાર્ડમા ડુંગળીની ખરીદી આજથી બરાબર બે મહિના પહેલા શરૂ થઈ હતી.યાર્ડના પ્રમુખ ભીમજીભાઈ પંડ્યા,યાર્ડ ના ચૂંટાયેલા પ્રતિનિધીઓ અને સેક્રેટરી અજિતભાઈ પરમાર દ્વારા ડુંગળી ની મબલખ આવક નો અંદાઝ લગાવી ખેડૂતો માટે આગોતરું આયોજન કરેલ હતું.જેને લઈ મહુવા રોડ પર ખાસ ડુંગળી માટે સબયાર્ડ શરૂ કરવામાં આવ્યું હતું.
બે મહિના દરમ્યાન આજે વિક્રમજનક આવક થઈ હતી.છેલ્લા કેટલાક સમયથી ત્રીસથી ચાલીસ હજાર ગુણીની આવક હતી જે વધી ને આજે પચાસ હજાર આસપાસ પહોંચી હતી.
સબયાર્ડ ની બંને તરફ ના રસ્તા પર ડુંગળી ભરેલા વાહનો ની આશરે બે બે કિમિ સુધી લાઈનો લાગી હતી.વેપારીએ જણાવ્યું હતુ કે મહુવા અને ભાવનગર યાર્ડમા પણ આવક પુરબહાર મા થઈ હતી.આજે રૂ.50/60 નો કડાકો બોલી ગયો હતો.
જોકે યાર્ડના બજાર ભાવના આંડકા પ્રમાણે ગત.તા 13 ના રોજ સૌથી ઉંચો ભાવ 656 અને સરેરાશ ભાવ રૂ.505 રહ્યો હતો. જે ગત તા.15 ના રોજ સરેરાશ ભાવ રૂ.482 રહ્યો હતો.બાદ આજે ત્રણજ દિવસમા સૌથી ઉંચો ભાવ રૂ.560 રહ્યો હતો.તેની સામે સરેરાશ રૂ.365 રહ્યો હતો.ત્રણ જ દિવસ મા રૂ.125 નો મણ દીઠ કડાકો બોલી ગયો હતો.
ભાવ ઘટવાના કારણ મા વેપારીના મંતવ્ય મુજબ ખાસ જયપુર બાદ દિલ્હી,પંજાબ,હરિયાણા અને યૂ.પી જે ઉપર ના સેન્ટરો નબળા પડતા ભાવ ઘટયા છે.હજુ સેન્ટરો નબળા પડવા ની શકયતા નકારી શકાય તેમ નથી!
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy