ભાવનગર: ભુસ્તર શાસ્ત્રીની ખનીજ માફીયાઓ ઉપર રેઈડ

Local | Bhavnagar | 15 May, 2024 | 11:49 AM
રૂ13 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો
સાંજ સમાચાર

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.15
ભાવનગર ના તળાજા પંથક ખનીજ માફિયાઓ માટે સ્વર્ગ સમાન છે.અહીંની નદીઓ,દરિયા કિનારો કે ગૌચર ની જમીનો અને ડુંગરો જ્યાં જુઓ ત્યાં ખોદાયેલા નઝરે પડશે.ત્યારે લાંબા સમય ની ફરિયાદ બાદ આજે ભાવનગરના ભૂસ્તર શાસ્ત્રી દ્વારા રેડ કરી ને ત્રણ વ્યક્તિ નો રૂપિયા તેરલાખનો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી કરી છે.

 વહેલી સવારે તળાજા નગરમાં અને દિવસે તળાજા ની આસપાસ ના હાઇવે પર ખનન કરીને માટી,મોરમ,દરિયાની રેતી અને નદીની રેતી વહન કરતા વાહનો પૂરપાટ ઝડપે દોડતા જોવા મળેછે. આવા સીનારીયા વચ્ચે આજે ભૂસ્તરશાસ્ત્રી બી.એમ.જાલોંધરા એ મીઠી વીરડી ખાતે ગૌચરણ ની જમીન માંથી ખનન કર્તા સામે લાલઆંખ કરી હતી.

સતાવાર સાધનોએ જણાવ્યું હતુ કે  રેતી ચાળવાના કુલ ચાર ચારણા તેમજ ચારના સાથે ફિટ થયેલ સાધન/સામગ્રી મળી કુલ રૂ.13,00,000/- નો મુદામાલ કબ્જે લઈ અલંગ પોલીસ ને સોંપવામાં આવેલ. કસૂરદાર  અશ્વિનભાઈ મગનભાઈ ડાભી,
 

અશોકભાઈ  ઘુસાભાઈ  દિહોરા  નરશીભાઈ  ધીરુભાઈ  ડાભી રહે. તમામ મીઠી વીરડી સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj