(વિપુલ હિરાણી) ભાવનગર તા.8
ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની માર્ચમાં ધોરણ 10ની લેવાયેલી પરીક્ષાનું પરિણામ આજે સવારે 8 વાગ્યાથી વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું.
જેમાં ભાવનગર જિલ્લાનું 85.17 ટકા જેટલું નોંધાયું હતું, ભાવનગર જિલ્લામાં 1922 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો હતો.ભાવનગર જિલ્લાના ભોળાદ કેન્દ્રનું સમગ્ર ગુજરાતમાંથી 99.11 ટકા સાથે પ્રથમ કેન્દ્ર આવ્યું છે.
ભોળદ કેન્દ્ર ખાતે 113 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા જેમાંથી 111 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જ્યારે 111 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા, આમ, કેન્દ્રનું 99.11 ટકા સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ કેન્દ્ર રહ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy