ઓખામાં ભોપાલના યુવાનને હૃદય રોગનો જીવલેણ હુમલો

Local | Veraval | 30 May, 2024 | 12:06 PM
સાંજ સમાચાર

(કુંજન રાડીયા)
જામ ખંભાળિયા, તા.30
ઓખાની મેઈન બજાર વિસ્તારમાં રહેતા અને ફોરમેન તરીકે નોકરી કરતા મધ્યપ્રદેશ રાજ્યના ભોપાલના મૂળ રહીશ એવા અજયગીરી ભગેલુગીરી ગીરી નામના 37 વર્ષના બ્રાહ્મણ યુવાન મંગળવારે રાત્રીના સમયે જમીને તેમના ઘરની બાલ્કનીમાં સુતા હતા. ત્યારે તેમને હૃદયરોગનો હુમલો જીવલેણ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ તેમની સાથે રહેતા અને ફોરમેન તરીકે કામ કરતા ઉતર પ્રદેશ રાજ્યના રાજારામ મનીરાજ ગૌતમ (ઉ.વ. 54) એ ઓખા મરીન પોલીસને કરી છે.

કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામે રહેતા રામાભાઈ ભીમશીભાઈ જાદવ નામના 62 વર્ષના કોળી વૃદ્ધનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ નિપજ્યું હોવાની જાણ મૃતકના પુત્ર હિતેશભાઈ રામાભાઈ જાદવ (ઉ.વ. 43) એ કલ્યાણપુર પોલીસને કરી છે.

ખંભાળિયાના તબીબનું મોટરસાયકલ ચોરાયું
ખંભાળિયામાં જોધપુર વિસ્તારમાં આવેલા આશીર્વાદ એપાર્ટમેન્ટમાં રહેતા ડો. નીરજભાઈ પરસોતમભાઈ ભૂત નામના 30 વર્ષના યુવાને તેમના ઘર નીચે પાર્ક કરેલું રૂ. 10,000 ની કિંમતનું  જી.જે. 10 બી.એલ. 5555 નંબરનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

ઓખા મંડળની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ
ઓખા મંડળના પોસીત્રા ગામે હાલ રહેતી અને રાયમલભાઈ લુણાભાઈ ચાનપાની 22 વર્ષની પરિણીત પુત્રી દેવીબેન નાયાભાઈ ચાસીયાને તેણીના લગ્ન જીવન દરમિયાન મૂળવાસર ગામે રહેતા તેણીના પત્ની નાયાભાઈ જેઠાભાઈ ચાસીયા, સાસુ પુંજીબેન તથા પ્રવીણ જેઠાભાઈ અને સસરા જેઠાભાઈ ધનાભાઈ દ્વારા મેણા ટોણા મારી, હેરાન પરેશાન કરતા આ અંગે ઓખા મરીન પોલીસ મથકમાં સ્ત્રી અત્યાચારની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj