રાજકોટ, તા.16
ગુજરાતમાં ભાજપના સંગઠન નવરચનાની પ્રક્રિયા જે સપ્ટેમ્બર માસથી શરુ થઇ હતી તેમાં હવે જાન્યુઆરી માસ અડધો પતી ગયા પછી અને કમુરતામાં પુરા થયા બાદ શહેર જિલ્લા પ્રમુખોની નિયુક્તિ મુદ્દે જબરો સસ્પેન્સ યથાવત છે અને એકાદ દિવસમાં યાદી જાહેર થશે તેવા અહેવાલો વચ્ચે પ્રદેશ પ્રમુખની નિયુક્તિમાં પણ જાન્યુઆરી માસમાં અંતિમ સપ્તાહ આવી જાય તેવા સંકેત છે. રાજ્યભરમાંથી મહાનગર અને જિલ્લામાં 41 નામનો પસંદગીમાં દાવેદારી સહિતની પ્રક્રિયા અને ગાંધીનગરથી દિલ્હી સુધી આ નામો અંગે ચર્ચા બાદ કમુરતા ઉતરતા જ નવા મહાનગર જિલ્લા પ્રમુખોના નામ જાહેર થઇ જશે તેવા જે સંકેત હતા
તેમાં હવે એક તબકકે પહેલા પ્રદેશ પ્રમુખ અને બાદમાં જિલ્લા અને મહાનગરોના પ્રમુખો નિયુક્ત થશે તેવો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો હતો અને આજે પ્રદેશ પ્રમુખની નિયુક્તિ પ્રક્રિયા માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે અગાઉ ગુજરાતના પ્રભારી રહી ચૂકેલા અને હાલ કેન્દ્રીય મંત્રી તરીકે ફરજ બજાવનાર ભૂપેન્દ્ર યાદવ કે જે તા.15,16 ગાંધીનગર આવવાના હતા તેઓનું આગમન પણ વિલંબમાં પડ્યું છે અને સૂત્રોના જણાવ્યા મુજબ આગામી બે દિવસ બાદ તેઓ ગાંધીનગર આવશે એક તબકકે પહેલા પ્રદેશ પ્રમુખ અને બાદમાં મહાનગર અને જિલ્લા પ્રમુખ નિયુક્ત થશે તે ચર્ચા હતી હવે ફરી એક વખત જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની નિયુક્તિ થઇ જશે તેવી ચર્ચા છે અને આ યાદી આજે જાહેર થઇ શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy