મુંબ, તા.14
અમિતાભ બચ્ચન એક લિવિંગ લેજેન્ડ છે. માત્ર તે ફિલ્મોથી કે ટીવી શોથી જ નહીં, બલકે સોશિયલ મીડીયા પર પોતાની હાજરીથી પણ ફેન્સ સાથે પોતાની વાતો બેધડક કહે છે. પોતાના બ્લોગ પર રોજબરોજની જિંદગીના બારામાં અપડેટ આપતા રહે છે.
જો કે હવે બિગ બીને પોતાના ફોલોઅર્સ ઘટી ગયાની ચિંતા થવા લાગી છે. પોતાના નવા ટવીટમાં અમિતાભે ફેન્સને પૂછયું છે- તે એકસ પર પોતાના ફોલોઅર્સની સંખ્યા કેવી રીતે વધારી શકે?
તેમણે લખ્યું- ટી 5347 ઘણી કોશિશ કરી રહ્યા છે, પરંતુ આ 49 એમ ફોલોઅર્સની સંખ્યા વધતી જ નથી. કોઈ ઉપાય હોય તો બતાવો.
એક યુઝર્સે તેને ગ્રોક પાસે જવાની સલાહ આપી છે જે એલન મસ્કની એઆઈ કંપની એકસએઆઈ ચેટબોટ છે.
એક ફેન્સે કહ્યું- રેખાજી સાથે એક સેલ્ફી નાખીને જુઓ. અન્યુ યુઝરે જયા બચ્ચનજી સાથે તસવીર અપલોડ કરવાની સલાહ આપી, તો અન્યે એક બ્લોક બસ્ટર ફિલ્મમાં આવવાનું સૂચન કર્યું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy