► અમેરિકી કંપનીઓને લાંચ આપવાના ગૌતમ અદાણી અને તેના ભત્રીજા સહિત સામેના કેસ પણ હવે નહી ચાલે તેવા સંકેત
વોશિંગ્ટન,તા.15
અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ કોલર સંબંધીત અનેક અપરાધોનો અમલ પાછો ખેંચી લેતા ભારતના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને હવે મોટી રાહત મળે તેવા સંકેત છે.
ટ્રમ્પ શાસને એક જાહેરાતમાં વિદેશમાં વ્યાપાર માટે લાંચ આપી અથવા તો વિદેશીઓ દ્વારા અમેરિકામાં વ્યાપારી હિત સાધવા લાંચ ઓફર કરવી કે આપવી, મની લોન્ડ્રીંગ અને ક્રિપ્ટો માર્કેટ સંબંધી જે વ્હાઈટ કોલર અપરાધ બને છે તેની સામેના કાયદાનો અમલ પાછો ખેંચી લીધો છે.
ટ્રમ્પે આ અંગેના એક એકઝીકયુટીવ ઓર્ડર પર સહી કરી છે અને અમેરિકામાં આ સંબંધીત જે કાંઈ કેસ નોંધાયા છે. ખાસ કરીને વિદેશી વ્યાપાર સંબંધીના કેસની સામેની કાનૂની પ્રક્રિયા સ્થગીત કરી દેવા અમેરિકી ન્યાય વિભાગને આદેશ આપ્યા છે.
વોલસ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ અમેરિકાના એટર્ની જર્નલ પામ બોન્ડી એ મની લોન્ડ્રીંગ સહિતના આરોપો સંબંધી કેસ પણ હવે ચાલશે નહી. જો કે ડ્રગ્સ કાર્ટેલ એટલે કે અમેરિકામાં માદક દ્રવ્યોના વ્યાપાર સંબંધી જે સિન્ડીકેટ છે તેની સામેના કેસ યથાવત રહેશે.
ટ્રમ્પના આ નિર્ણયથી ભારતના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેના ભત્રીજા સાગર અદાણી સહિતના સામે અમેરિકામાં જે લાંચ આપવાનો કેસ ન્યુયોર્કની અદાલતમાં ચાલી રહ્યો છે તે પણ હવે રદ થાય તેવી શકયતા છે.
અદાણી ગ્રુપના સોલાર પાવર પ્રોજેકટ માટેની કંપની અઝુરે પાવરના કોન્ટ્રાકટ મેળવવા આ લાંચ આપવામાં આવી હોય તેવો ઘટ્ટસ્ફોટ થયો હતો અને આ અંગે ન્યુયોર્કની અદાલતે ગૌતમ અદાણી સહિતના સામે સમન્સ પણ રજુ કર્યુ હતું. જે બજાવવા માટે પણ ભારત મોકલાયુ હતું.
અમેરિકામાં ફોરેન કરપ્ટ પ્રેકટીસ એકટ 1977ને આ સાથે સ્થગીત કરી દેવામાં આવ્યું હતું. આ સંબંધી 26 જેટલા કેસ 31 કંપનીઓ સામે નોંધાયા છે. જેમાં ગૌતમ અદાણીનો પણ સમાવેશ થાય છે. 48 વર્ષ જુના આ કાનૂનનો અમલ મોકુફ રહેતા અનેક ઉદ્યોગગૃહોને અને વ્યક્તિગત ફ્રોડ આચરનારાઓને પણ રાહત થશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy