નવી દિલ્હી, તા. 15
બિહારમાં આ વર્ષના અંત સુધીમાં યોજાનારી ધારાસભા ચૂંટણી પૂર્વે તમામ રાજકીય પક્ષો એકશનમાં આવી ગયા છે અને હાલમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહારનો પ્રવાસ કર્યા બાદ રાહુલ ગાંધી પણ બે દિવસ પટણા સહિતના વિસ્તારોમાં પક્ષની પલાયન રોકો બિહારમાં રોજગારી સર્જો યાત્રામાં ભાગ લઇ આવ્યા.
હવે આજે દિલ્હીમાં રાષ્ટ્રીય જનતા દળના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સાથે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ બેઠક યોજીને આગામી સમયની રણીનીતિ તૈયાર કરવાનો પ્લાન ઘડયો છે. મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરવો કે કેમ તે મુદે ચર્ચા થશે.
કોંગ્રેસ પક્ષ માને છે કે હાલ મુખ્યમંત્રી કોણ તે મુદ્દો ચગાવવો જોઇએ નહીં ખાસ કરીને તેજસ્વી યાદવ સામે જે ભ્રષ્ટાચારના કેસ છે તે જોતા જો તેને મુખ્યમંત્રી પદના દાવેદાર જાહેર કરાશે તો ભાજપ માટે પ્રહાર કરવાનું સહેલુ બનશે.
આ ઉપરાંત બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીની પ્રાથમિક ચર્ચા થશે. કોંગ્રેસે બિહારમાં કનૈયાકુમારને ચૂંટણીની જવાબદારી સોંપી છે અને પક્ષના પ્રમુખ તરીકે કૃષ્ણા અલ્લાવરૂ મારફત સંગઠન મજબુત કરવા પ્રયત્ન કર્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy