રાજકોટ, તા. 9
કણકોટ પાટીયા પાસે ગાય આડી ઉતરતા બાઈક સ્લીપ થયું હતું. જેમાં 40 વર્ષીય ધર્મેન્દ્ર દેવનારાયણ રામનું મોત નીપજ્યું હતું. આ અંગે મળતી વિગત અનુસાર ધર્મેન્દ્ર દેવનારાયણ રામ(ઉં. વ. 40, રહે.મેટોડા, જીઆઈડીસી) ગઈકાલે સવારે 8 વાગ્યે કામ પરથી બાઈક પર પોતાના ઘરે મેટોડા જઈ રહ્યા હતા. ત્યારે કણકોટના પાટીયા પાસે રોડ ઉપર ગાય આડી ઉતરતા બાઈક પરથી કાબુ ગુમાવ્યું હતું.
બાઈક સ્લીપ થઈ જતા ગંભીર ઇજા થઈ હતી. તેને 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી રૂમમાં બેભાન હાલતમાં દાખલ કરવામાં આવેલ. અત્રે ગઈકાલે બપોરે 3:30 વાગ્યે સારવાર દરમિયાન ધર્મેન્દ્રનું મોત નીપજ્યું હતું.
બનાવની જાણ તાલુકા પોલીસને થતા હેડ કોસ્ટેબલ નિલેશભાઈ ચાવડા સહિતનો સ્ટાફ સિવિલ હોસ્પિટલે દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો. બનાવથી મૃતકના પરિવારમાં શોક છવાયો હતો.
બીજા એક બનાવમાં શહેરના જૂના માર્કેટિંગ યાર્ડની પાસે, ગાર્ડન ફેરીલેન્ડ હોટલની પાછળ, માલધારી સોસાયટીમાં રહેતા લક્ષ્મણભાઈ વાઘજીભાઈ તંતી (ઉંમર વર્ષ 54) ગઈકાલે રાત્રે 8:30 વાગ્યે પોતાના ઘરે હતા.
ત્યારે બેભાન થઈ જતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અહીં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બી. ડિવિઝન પોલીસે મૃતદેહ પીએમમાં ખસેડી જરૂરી કાગળ કાર્યવાહી કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy