ગોંડલ, તા.11
ગોંડલ ખાતે પક્ષીપ્રેમી ચેરી.ટ્રસ્ટ ગોંડલ દ્વારા શ્રી હનુમાનજી જન્મોત્સવ નિમિતે આવતીકાલે તા.12 મી એપ્રિલ શનિવારે સાંજે 5 થી 8 દરમ્યાન ચકલીના લાકડાના માળા તથા ચકલીની ચણની ડીશનું રાહતદરે પટેલબુક સ્ટોર, ટોળીયા ન્યૂઝ એજન્સીની બાજુમાં તેમજ પરિશ્રમ ઇવેન્ટ્સ, ત્રણ ખુણીયાપાસે, ગુરુ ગાંઠિયાવાળાની સામે જેતપુર રોડ ખાતે સાંજે 5 થી 8 દરમ્યાન વિતરણ કરવામાં આવશે.
પક્ષીપ્રેમી ટ્રસ્ટના સદસ્યો રોહિતભાઈ સોજીત્રા,હિતેશભાઈ દવે,વસંતભાઈ ગજેરા,જયકુમાર રાવલ, હર્ષદભાઈ પટેલ, અશોકભાઈ ગોરી, અલ્પેશભાઈએ આ ઉનાળાની અસહ્ય ગરમીમાં પક્ષીઓ માટે આવાસ નિવાસ ખોરાક અને પીવાના પાણી ની યોગ્ય વ્યવસ્થા કરવા લોકોને અપીલ કરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy