વેરાવળ, તા. 10
વર્તમાન સંજોગોમાં દેશમાં પ્રવર્તમાન જે સ્થિતિનું સર્જન થયું છે, તેમાં રખેને જો કંઈ થાય તો જાંબાઝ સૈનિકો માટે તેમજ ઘાયલ નાગરિકો માટે તાત્કાલિક રક્ત ઉપલબ્ધ થાય તે માટે જિલ્લામાં રક્તની ઉપલબ્ધતા હોય તે જરૂરી છે.
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લામાં આ રીતે રક્ત એકત્ર કરવાનું માનવતાનું કામ કરે છે. પરંતુ વર્તમાન સ્થિતિમાં જો કોઈ એવી વિપરીત પરિસ્થિતિ નું નિર્માણ થાય તો કોઈપણ સ્થિતિને પહોંચી વળવા બ્લડ બેંક પાસે પર્યાપ્ત બ્લડનો પૂરવઠો હોય તે જરૂરી છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ના સંયુક્ત ઉપક્રમે વેરાવળ ખાતે આવેલા મણીબેન કોટક હાઈસ્કૂલ,પ્રાર્થના હોલ, વેરાવળ.ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય એ આ અંગે અપીલ કરતાં જણાવ્યું છે કે, રક્તદાન એ દેશભક્તિ દર્શાવવાનું જ એક માધ્યમ છે. દેશની સીમા પર દેશ ના રખોપા કરતા પ્રહરીઓ માટે તેમજ ઘાયલ નાગરિકો માટે આપણે પૂરતા પ્રમાણમાં રક્તનો પુરવઠો બનાવી રાખી એ તે સાંપ્રત સ્થિતિમાં જરૂરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy