મોરચે તા.15
રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને ખત્મ કરવા- યુદ્ધવિરામ માટે આજે નિધારિત કરાયેલી શાંતિ બેઠકમાં સામેલ થવાનુ રશિયન પ્રમુખ પુટિને નકારી કાઢયુ છે અને તેમના સ્થાને પ્રતિનિધિમંડળ તેમાં ભાગ લેશે.
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ બેઠકમાં સામેલ થવા પુટિનને આગ્રહ કર્યો હતો. તેઓએ અગાઉ એમ કહ્યું કે શાંતિ બેઠકમાં પોતે ભાગ લેશે અને પુટિન સહમત થાય તો તેમને રૂબરૂ મળશે. રૂબરૂ મુલાકાત માટે ગમે તેટલા પ્રયાસ કરવાની તૈયારી છે. હવે રશિયાએ બેઠકમાં ભાગ લેનારા પ્રતિનિધિઓનુ લીસ્ટ જારી કર્યુ છે તેમાં પુટિનનુ નામ નથી.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું હતું કે પુટિન બેઠકમાં ઉપસ્થિત રહે તો પોતે પણ હાજરી આપશે. હવે ટ્રમ્પ પણ હાજર નહીં રહે. ઝેલેન્સ્કી આજે તુર્કીના પ્રમુખને પણ મળવાના છે. પુટિન હાજર રહેવાના હોય તો જ પોતે સીધી વાતચીત કરશે અને તેના આધારે યુક્રેનની યુદ્ધ સંબંધી નીતિ નકકી કરાશે.
રશિયન પ્રમુખ પુટિને અગાઉ કોઈપણ પુર્વ શરત વિના દ્વિપક્ષી સીધી વાતચીત કરવાની જાહેરાત કરી હતી અને પ્રવાસની તૈયારી પણ બતાવી હતી તે પછી ટ્રમ્પે પણ પુટિનની હાજરી હોય તો બેઠકમાં ઉપસ્થિત રહેવાનુ જાહેર કર્યુ હતુ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy