મ્બાંદકા, તા. 17
કોંગોમાં નાવમાં આગ લાગતા અને પલટી જતા સર્જાયેલી કરૂણાંતિકામાં 50 લોકોના મોત નિપજયા હતા. જયારે સેંકડો લોકો લાપતા બન્યા છે. આ અંગેની વિગત મુજબ કોંગોમાં એક નાવ અકસ્માત મ્બાંદાકા શહેર પાસે કોંગો નદીમાં થયો હતો.
નાવમાં લગભગ 400 જેટલા યાત્રીઓ સવાર હતા, જે મટાંકુમુથી બોલોંબા ક્ષેત્ર તરફ જઇ રહ્યા હતા. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ અકસ્માત તે સમયે સર્જાયો હતો જયારે એક મહિલા નાવ પર ભોજન બનાવી રહી હતી.
આ દરમિયાન નાવમાં આગ લાગી હતી. અને પલટી ગઇ હતી. યાત્રીઓ ડૂબતી નાવથી બચવા નદીમાં કુદી ગયા હતા પરંતુ કેટલાક લોકો ડૂબી ગયા હતા કારણ કે તેઓને તરતા ન્હોતું આવડતું.
100થી વધુ લોકોને બચાવી લેવાયા હતા. જેમાંથી અનેક લોકો દાઝી જવાથી ગંભીર ઘાયલ થયા હતા. રાહત કાર્ય ચાલુ છે, જેમાં રેડક્રોસ અને સ્થાનિક પ્રશાસનની ટીમ સામેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy