ચેન્નાઈ (તમિલનાડુ) તા.6
તમિલ સુપરસ્ટાર અને ટીવીકેના નેતા થલપતિ વિજય મદુરાઈ એરપોર્ટ પર પહેચ્યો ત્યારે એરપોર્ટ પર હડકંપ મચી ગયો હતો. ત્યાં તેના બોડી ગાર્ડે વિજયના એક બુઝુર્ગ ફેન સામે પિસ્તોલ તાકી હતી. જોકે બુઝુર્ગને કોઈ નુકસાન નહોતું થયું. પણ આ ઘટના સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહી છે.
ખરેખર તો વિજય કોડાઈકેનાલમાં એક ફિલ્મનું શૂટીંગ કરી પાછો કરી રહ્યો હતો ત્યારે તેની ઝલક માટે ભીડ એકઠી થઈ હતી. વીડિયોમાં વિજય એક કારમાંથી ઉતરતો જોવા મળે છે ત્યારે એક બુઝુર્ગ ફેન તેની તરફ દોડતો આવતો હોય છે. તે તેની સાથે ફોટો ખેંચાવવા માગતો હતો.
આ બુઝુર્ગની હરકતને સંભવિત ખતરો સમજીને વિજયના એક બોડી ગાર્ડે પિસ્તોલ કાઢી અને ફેન પર તાકી દીધી. બાદમાં પિસ્તોલ પોતાના ખિસ્સામાં નાખી દીધી હતી. ત્યાર બાદ વિજયની સિકયોરિટી ટીમે બુઝુર્ગને ધકકો મારીને હટાવ્યો હતો. બાદમાં વિજય સીધા એરપોર્ટ ટર્મિનલમાં ચાલ્યો ગયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy