હૈદરાબાદ: દેશમાં ઓપરેશન સિંદુરના વાતાવરણ વચ્ચે હૈદરાબાદમાં પોલીસે એક બોમ્બ વિસ્ફોટની યોજના નિષ્ફળ બનાવી હતી અને ત્રાસવાદી સંગઠન આઈએસઆઈએસ સાથે સંકળાયેલ બે લોકોની ધરપકડ કરી હતી.
વિઝાગના સિરાજ અને હૈદરાબાદના સમીરે પહેલા ડમી વિસ્ફોટની યોજના બનાવી હતી. તેના પરથી તેઓ મોટા વિસ્ફોટની તૈયારીમાં હતા. સિરાજે આ માટે વિઝાગથી વિસ્ફોટકો મેળવ્યા હતા. તેઓને સાઉદી અરેબીયા સ્થિત હેન્ડલર તરફથી સૂચનાઓ મળતી હતી અને તેઓ હૈદરાબાદમાં મોટા વિસ્ફોટની યોજનામાં હતા.
તેલંગાણા પોલીસને મળેલી બાતમી પરથી આંધ્ર પોલીસ સાથે સંયુક્ત કામગીરીથી આ મોટા ત્રાસવાદી ષડયંત્રને નાકામ બનાવાયુ છે. પહેલગામ હુમલા બાદ કેન્દ્ર સરકારે તમામ રાજયોને તેમના સંવેદનશીલ ક્ષેત્રોમાં ખાસ નજર રાખવા તાકીદ કરી હતી.
ખાસ કરીને નાના-લોન-વુલ્ફ જેમાં ત્રાસવાદી હુમલા કરવાની શકયતા દર્શાવાઈ હતી. નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી પણ આ અંગે એકશનમાં છે. પંજાબમાં ગત સપ્તાહે 15 સ્થળોએ દરોડા પાડીને ખાલીસ્તાની ત્રાસવાદી નેટવર્ક સાથે સંકળાયેલ અરવિંદર સિંઘ ઉર્ફે રીન્ધાની ધરપકડ થઈ છે અને હજુ વધુની તપાસ ચાલુ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy