(તસ્વીર: રિમલ બગડીયા) બોટાદ,તા.18
શ્રી હરિકૃષ્ણ મહારાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર હડદડ (બોટાદ) માં પ્રવાસ યોજાયો.પ્રવાસ માં કોને મજા ના આવે ...એક દિવસ નો હોય કે કલાકો નો..એમાંય બાળકો ને પ્રવાસ નો અનેરો ઉત્સાહ હોય....દિવસ ગણતા હોય ક્યારે પ્રવાસ નો દિવસ આવે અને છેલ્લા દિવસોમાં નામ લખ્યું હોય તેમને અનેરો ઉત્સાહ હોય.આજ રોજ આપની શાળા માંથી એક દિવસીય પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું.
બાળકો ને તો ઉત્સાહ હતોજ...અને દિવસ પણ નજીક આવી ગયો.શાળા એ થી ટ્રાવેલ્સ થકી બધા બાળકો ની સફર શરૂ થઈ..પ્રથમ અરણેજ બુટભવાની માતા ના દર્શન કરી.ઉત્સાહિત થયા અને સાથે સાથે ચા નાસ્તો કરી ગણપત પૂરા જવાની સફર શરૂ થઈ.
જ્યાં વર્ષો જૂનું ગણપતિ બાપા નું મંદિર જ્યાં આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી સાથે સાથે બજાર માં ખરીદી કરી આનંદ લૂંટયો. ત્યાંથી જલારામ ધર્મજ તીર્થ મંદિરે બપોર નું ભોજન લીધું.ખૂબ પ્રેમ સાથે ટ્રસ્ટી જગદીશભાઈ એ બાળકો ને જમાડ્યા.ત્યાંથી બાળકો ને જેની ખૂબ ઉતાવળ હતી વડોદરા કમાટી બાગ પહોંચવાની ,જ્યાં રંગબેરંગી પક્ષીઓ અને પ્રાણી ઓ જોઈ ને બાળકો ખૂબ જ જૂમી ઉઠ્યા...બાળકો માટે ખુબજ સુંદર જગ્યા જ્યાં આખો દિવસ પણ ઓછો પડે ત્યાં બાળકો ખૂબ મજા લીધી.સાંજ નું વાળું તૈયાર હતું જ. બાળકો ને ફરી પ્રેમ થી જમાડ્યા અને પરત જવા નીકળ્યા.એક દિવસ નો પ્રવાસ હોવા છતાં બાળકો એ ખૂબ મજા લૂટી.બાળકો ને તો ઘરે પાછું નહોતું આવવું.
રોકાઈ જવું હતું.સમય ઓછા માં બાળકો એ વધુ મજા લીધી...વાલીઓ નો ખૂબ સહકાર મળ્યો.આભાર.પ્રવાસ માં નાના બાળકો ને ઘરે ના પહોંચે ત્યાં સુધી સતત ચિંતા માં રહેતા શાળાના પ્રમુખ વિનોદભાઈ કાલસરિયા સાહેબ અને મંત્રી શ્રી વિજય ભાઈ ઘાઘરેટિયા સાહેબ પ્રવાસ ઘરે આવ્યો ત્યારે શાંતિ નો અહેસાસ થયો. પ્રવાસ ની જવાબદારી જેના શિરે હતી.
એવા શાળાના આચાર્યશ્રી અરવિંદભાઈ બાવળીયા સાહેબ સતત આજે ખડે પગે રહી બાળકો ને દેખ રેખ રાખી.કાર્યશિલ અને સતત બાળકો ની ગણતરી કરી ને રિપોર્ટ આપતા.શિક્ષક ગળિયા કાંતિભાઈ સાહેબ ની કામગીરી ની વિશેષ નોંધ લીધી..પ્રાથમિક ના બાળકો ની સાથે દીકરીઓ ને ખૂબ સાચવી ને રાખનાર ચાવડા સેજલ બેન અને તેમની સાથે શાળા ના શિક્ષિકા બહેનો ની કામગીરી ખૂબ જ સરસ રહી.
બાળકો ને વ્યવસ્થિત ગાડી માં ઉતારવા અને ચડવવા માં કાંતિ ભાઈ ગળિયા સાહેબ ની કામગીરી ખૂબ જ પ્રશંસા ને પાત્ર રહી...કોઈ બાળક રહી નથી ગયું તેની સતત ખબર રાખનાર શાળાના આચાર્યે શ્રી અરવિંદભાઈ અને જગદીશભાઈ સાહેબની કામગીરી વિશેષ રહી.પ્રવાસ ને યાદગીરી રૂપે કેમેરા માં કંડારનારા જ્હાનવીબેન દ્વારા આબેહૂબ ફોટો ગ્રાફ કરી બધા ના દિલ જીતી લીધા.ગાઈડ ની ક્યાંય જરૂર ના પડી શાળા ના ઉત્સાહિત શિક્ષકોએ એ બાળકો ને પ્રવાસ ના સ્થળો ની રસપ્રદ માહિતી આપી.ખૂબ ઉત્સાહ થી કોઈ મુશ્કેલી ના પડે તેનું વિશેષ ધ્યાન રાખ્યું અને પ્રવાસ ને યાદગાર બનાવ્યો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy