બોટાદ,તા.9
પર્યાવરણ સંત્રી ટ્રસ્ટ - અમદાવાદ દ્વારા આયોજીત પર્યાવરણ સંત્રી પુરસ્કાર - 2024 અને એકતા સંમેલન યોજાયું.સમગ્ર ગુજરાત માં દરેક ખૂણે કુદરત કાજે અનેક વ્યક્તિ - સંસ્થાઓ કાર્ય કરી રહી છે.જે વિવિધતા કાજે એકતા સંમેલન તા.5/12/24 ના રોજ પર્યાવરણ સંત્રી ટ્રસ્ટ અમદાવાદ દ્વારા અખઅ - અમદાવાદ ખાતે યોજાયેલ. આ પ્રસંગે વન વિભાગ તથા પર્યાવરણ ક્ષેત્રે ઉમદા કાર્ય કરતા તજજ્ઞ મહાનુભાવો , ગુજરાત માંથી જુદી જુદી સંસ્થા ના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહેલા. જેમાં શ્રેષ્ઠ અને ઉત્તમ કામગીરી કરનાર ને પર્યાવરણ સંત્રી પુરસ્કાર - 2024 અર્પણ કરવામાં આવેલ.
જ્યારે આ સંમેલન માં બોટાદ ના પર્યાવરણ પ્રેમી ગ્રીન મેન સી.એલ.ભીકડીયા ઉપસ્થિત રહેલા જેને પર્યાવરણ સંત્રી ટ્રસ્ટ સંસ્થા તરફથી એપ્રિસીસીએશન સર્ટી , કાવ્ય માં કુદરત પુસ્તક તથા પર્યાવણ બેગ આપી સન્માનિત કરેલ.આ કાર્યક્રમ માં પર્યાવરણ અને નેચર ની વિવિધ સંશોધક પ્રવૃતિ કરતી સંસ્થા વોલેન્ટ્રી નેચર ક્ધઝરવેસી - ઇન્ડિયા ,અલાલા આઉટડોર તથા પ્રકૃતિ મિત્ર મંડળ - દાહોદ નો સહયોગ પ્રાપ્ત થયેલ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy