રોટલી મોંઘી: 6 વર્ષ બાદ ઘઉં આયાત કરવા પડશે

India | 30 May, 2024 | 03:19 PM
આ વર્ષે રેકોર્ડબ્રેક ઉત્પાદન છતાં ઘઉંની વધતી કિંમત, તેનું એક કારણ કેટલાક રાજયોમાં ઘઉંનું ઓછું ઉત્પાદન: ઘઉંના ભાવ હજુ વધવાના અણસાર
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.30

આ સત્રમાં રેકોર્ડબ્રેક ઉત્પાદન છતાં ઘઉંના ભાવો વધી રહ્યા છે, તેનુ કારણ કેટલાક રાજયોમાં તેનું ઓછું ઉત્પાદન છે, આથી કેન્દ્ર સરકાર પોતાના ખરીદ લક્ષ્યને પુરું નહીં કરી શકે. આ પરીસ્થિતિમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ઘઉંની આયાત પર લગાવેલો પ્રતિબંધ હટાવવામાં આવી શકે છે અથવા કિંમતો વધી શકે છે. 6 વર્ષ બાદ ઘઉંની વિદેશથી આયાત કરવાની પહેલીવાર નોબત આવી છે.

ખરેખર તો ફેબ્રુઆરીમાં કૃષિ મંત્રાલયે કહ્યું હતું કે, તેમને 2024માં 11.5 કરોડ ટન પાકની આશા હતી, જે એક રેકોર્ડ છે. જો કે આ 2021ના પાક કરતા થોડો વધુ છે. જેનુ અનુમાન 11 કરોડ ટન છે. 2022 અને 2023માં કમોસમી વરસાદે ઉત્પાદનને અસર કરી હતી, જેથી સ્ટોરેજમાં કમી આવી હતી. ચાલુ વર્ષે કેટલાક રાજયો ખાસ કરીને મધ્યપ્રદેશમાં પાક ઓછો થયા છે. ગ્રાહક વિભાગના ડેટાથી ખબર પડે છે કે જથ્થાબંધ ઘઉંની કિંમતો હાલમાં 3.5 ટકા વધુ છે. જયારે ગ્રાહક કિંમતો 6.5 ટકા (27 મે સુધી) 6.5 ટકા વધી ગઈ છે.

બે મેટ્રિક ટન ઘઉં આયાત કરવા પડશે: વર્ષ 2022થી કેન્દ્ર સરકારે ઘઉંની આયાત પર પ્રતિબંધ લગાવ્યા છે પરંતુ અમેરિકી કૃષિ વિભાગનું કહેવું છે કે ઘરેલુ માંગ સરકારી સ્ટોરેજમાં ઘટાડો અને નબળી વૈશ્વિક કિંમતોને લઈને ભારતે બે મેટ્રિક ટન ઘઉંની આયાત કરવી પડી શકે છે.

ભાવ વધુ વધવાના અણસાર: સરકારી આંકડાથી જાણવા મળે છે કે ઘઉંની છુટક મોંઘવારી 6.5 ટકા છે. એપ્રિલમાં 8.7 ટકાની સમગ્ર મોંઘવારીની તુલનામાં ઘઉંની કિંમતોમાં મામુલી વધારો નોંધાયો છે. માનવામાં આવે છે કે આવનારા મહિનામાં પુરવઠો ઘટવાથી કિંમતો વધુ વધી શકે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj