રાજકોટ: તા.10
રાજકોટની જાણીતી જીનિયસ સ્કૂલ ખાતે મનોદિવ્યાંગ બાળકોને પગભર બનીને સમાજમાં સ્વમાનપૂર્વક રહેવા માટે જીનિયસ સુપર કિડ્સ વિભાગમાં છેલ્લા 10 વર્ષોથી તાલિમબદ્ધ શિક્ષકો અને કોચ દ્વારા શિક્ષણ અને તાલીમ આપવામાં આવે છે.
તાજેતરમાં ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટે સાબરકાંઠા જીલ્લા ખાતે યોજાયેલ રાજય કક્ષાની સ્પેશિયલ ખેલ મહાકુંભ 3.0 ની વિવિધ સ્પર્ધાઓમાં જીનિયસ સ્કૂલના મનોદિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો જેમાં 04 વિદ્યાર્થીઓએ તેમના કૌશલ્યનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી કીર્તિમાન સ્થાપિત કર્યો હતો.
રાજ્ય કક્ષાએ આયોજીત આ સ્પેશિયલ ખેલમહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં અસાધારણ રીતે સારૂ પ્રદર્શન કર્યું હતું. જેમાં જીનિયસ સ્કૂલની વિદ્યાર્થીની સાજી નોએલાને 50 મીટર વોક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ, કગથરા કાવ્યને રજત પદક અને કોટેચા અભિષેકને કાંસ્ય પદક પ્રાપ્ત થયો હતો. જ્યારે રાણપરા માનસીને એક કિલોમીટર સાયકલિંગમાં કાંસ્ય પદક પ્રાપ્ત થયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy