(જીજ્ઞેશ ભટ્ટ)
મોરબી, તા.16
હળવદના નવા સુંદરગઢ ગામે રહેતા યુવાનના ભાઈએ પ્રેમ લગ્ન કર્યાનો ખાર રાખીને યુવતીના કાકા સહિત કુલ ચાર શખ્સો યુવાનના ઘરે આવ્યા હતા અને ત્યાં પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈને ધોકા વડે માર મારી તેનું ટાવેરા ગાડીમાં અપહરણ કરીને લઈ ગયા હતા મોરબીમાં કોઈ અજાણી જગ્યાએ તેને ધોકા વડે ચારેય શખ્સોએ મારમાર્યો હતો અને ધમકી આપી હતી જેથી તાલુકા પોલીસે આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ નવા સુંદરગઢ ગામે રહેતા માંડણભાઇ બેચરભાઇ ખાંભડીયા (30)એ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાકેશ લધુભાઇ મોરવાડીયા રહે. ફૂલછાબ સોસાયટી મોરબી, શૈલેષ મહાદેવભાઇ માલાસણા રહે. ફૂલછાબ સોસાયટી મોરબી, સંદીપ ભુપતભાઈ અગેચાણીયા અને નિલેશભાઈ સવજીભાઈ અગેચાણીયા રહે. બંને કુંભાર વાડો વીસીપરા મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે.
જેમાં જણાવ્યું છે કે, તેઓના નાનાભાઈ વિષ્ણુભાઈએ રાકેશ મોરવાડિયાની ભત્રીજી સપના સાથે પ્રેમલગ્ન કરેલ છે જે બાબતનો ખાર રાખીને ચારે આરોપીઓ તેના ઘર પાસે આવ્યા હતા અને ત્યાં ફરિયાદીને ગાળો આપી હતી બાદમાં રાકેશ, સંદીપભાઈ અને નિલેશએ ફરિયાદી યુવાનને લાકડાના ધોકા વડે મારમાર્યો હતો ત્યારબાદ ચારેય શખ્સો દ્વારા ફરિયાદીને ટવેરા ગાડી નંબર જીજે 3 ઇસી 4369 માં અપહરણ કરીને મોરબીમાં કોઈ અજાણી જગ્યાએ લઈ ગયા હતા અને ત્યાં ગાડીમાંથી નીચે ઉતારીને ચારેય શખ્સો દ્વારા યુવાનને વારાફરતી લાકડાના ધોકા વડે મારમાર્યો હતો અને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ભોગ બનેલા યુવાન દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અપહરણ, ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy