અપહરણ,ચિલઝડપ,રાયોટીંગ સહિતના ગુનામાં સંડોવાયેલ અજય પરસોંડાના મકાન પર બુલડોઝર ફરી વળશે

Crime | Rajkot | 16 May, 2025 | 04:28 PM
♦ 10થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા અસામાજિક તત્વનું પોપટપરા સ્થિત રહેણાંક મકાન પાંચ વાગ્યે તોડી પડાશે
સાંજ સમાચાર

♦ મહાનગરપાલિકાની ટીમોને સાથે રાખી શહેર ક્રાઇમ બ્રાન્ચ ટીમ કાર્યવાહી કરશે

રાજકોટ. તા.16 
અસામાજિક તત્વો વિરુદ્ધ 100 કલાકના એજન્ડા સાથે શરૂ કરવામાં આવેલ રાજ્ય વ્યાપી ઝુંબેશના પગલે વધુ એક નામચીન શખ્સના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

અપહરણ, મારામારી, ચીલઝડપ સહિતના 10 થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ અજય પરસોંડા નામના અસામાજિક તત્વોનું પોપટપરા સ્થિત મકાન પર મહાનગરપાલિકાની ટીમોને સાથે રાખી ક્રાઈમ બ્રાન્ચની ટીમ બુલડોઝર ફેરવી ડિમોલિશન કરવાં તજવીજ હાથ ધરી છે. 

પ્રાપ્ત વિગત અનુસાર અસામાજિક તત્વોની કમર તોડી નાખવા ગુજરાત પોલીસ દ્વારા વિશેષ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ મથકમાં અપહરણ, ચીલઝડપ, મારામારી, મોટરસાયકલ ચોરી સહિતના 10 થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ અજય માનસિંગભાઈ પરસોંડાનું પોપટપરા શેરી નંબર-14, કાજલ પાન પાછળ, રેલનગર મેઈન રોડ પર આવેલ મકાન અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા સાથે સંકલન કરી ખરાઈ કરતા આરોપીનુ મકાન ગેરકાયદે હોવાનું સામે આવતા પીઆઈ એમ આર ગોંડલીયા, એમ એલ ડામોર, સી એચ જાદવની ટીમો દ્વારા મહાનગરપાલિકા, પીજીવીસીએલની ટીમોને સાથે રાખી આજે સાંજે પાંચ વાગ્યે ડિમોલીશન હાથ ધરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એલસીબી ઝોન-2 અને નાસ્તા ફરતા સ્કવોડ ઝોન-2 ની ટીમ દ્વારા સંયુક્ત રીતે ખાનગી બાતમીના આધારે રેલનગર મેઈન રોડ પરથી અજય પરસોંડા, સંજય સોલંકી અને જયપાલ જોગડીયાને પ્ર. નગર તેમજ તાલુકા પોલીસ સ્ટેશનના મોટરસાયકલ ચોરીના ગુનામાં, જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ચીલ ઝડપના ગુનામાં તેમજ પ્રનગર અને કુવાડવા પોલીસ સ્ટેશનના અપહરણ, મારામારી, રાયોટીંગના ગુનામાં પકડી પાડવામાં આવ્યા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj