સુરત તા.4
સુરતથી ઉદયપુર જતી લકઝરી બસમાં ટાયર ફાટયા બાદ બસમાં આગ ભભુકી ઉઠતા અફડાતફડી મચી ગઈ હતી. જો કે આ બનાવમાં કોઈ જાનહાનીના અહેવાલ નથી. આ બનાવમાં 42 મુસાફરોનો બચાવ થયો હતો. જો કે બધો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કતપુર ટોલનાકા પાસે આજે સવારે સુરતથી ઉદયપુર જતી લકઝરી બસમાં ટાયર ફાટયા બાદ આગ લાગી હતી, જેના પગલે અફડાતફડી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા પ્રાંતીજ અને હિમતનગરની ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આજ બુઝાવી હતી.
આગ દરમિયાન સમયસૂચકતાથી 42 મુસાફરોનો બચાવ થયો હતો. પરંતુ બધો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગને પગલે પ્રાંતિજ હાઈવે પર ટ્રાફીક જામ થતા પોલીસે ટ્રાફિકનું સંચાલન કર્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy