IPL રસપ્રદ અને નિર્ણાયક સ્થિતિમાં : હવે પ્લેઓફ માટે ટીમો વચ્ચે કાંટે કી ટક્કર

CSK એ RRને 5 વિકેટે હરાવ્યું: ગાયકવાડના અણનમ 42 રન, સિમરજીત સિંહ પ્લેયર ઓફ ધી મેચ - 3 વિકેટ લીધી

India, Sports | 13 May, 2024 | 11:12 AM
ચેન્નાઈ સુપર કિંગ્સએ ઘર આંગણે ચિદમ્બરમ સ્ટેડિયમમાં 50 મેચ જીતની ઉજવણી કરી
સાંજ સમાચાર

ચેન્નાઈ : 

ચેન્નાઈ સુપર કિંગ્સે IPL--2024ના પ્લેઓફની પોતાની આશાઓ અકબંધ રાખી છે. ટીમે વર્તમાન સિઝનની 61મી મેચમાં રાજસ્થાન રોયલ્સને 5 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે CSK પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને આવી ગઈ છે. ચેન્નાઈના 13 મેચ બાદ 14 પોઈન્ટ છે.

એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી દિવસની પ્રથમ મેચમાં રાજસ્થાને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 141 રન બનાવ્યા હતા અને ચેન્નાઈને 142 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ચેન્નાઈએ 18.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.CSK તરફથી કેપ્ટન રુતુરાજ ગાયકવાડે 42 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે સિમરજીત સિંહે 3 વિકેટ લીધી હતી. આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

રાજસ્થાન માટે રિયાન પરાગે 35 બોલમાં અણનમ 47 રનની ઇનિંગ રમી હતી . તેમના સિવાય ધ્રુવ જુરેલે 28, યશસ્વી જયસ્વાલે 24 અને જોસ બટલરે 21 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી સિમરજીત સિંહે 3 વિકેટ ઝડપી હતી. તેના સિવાય તુષાર દેશપાંડેએ 2 વિકેટ લીધી હતી.

લક્ષ્યનો પીછો કરતી વખતે ચેન્નાઈ તરફથી કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 41 બોલમાં 42 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેમના સિવાય રચિન રવિન્દ્રએ 27 રન, ડેરિલ મિશેલે 22 રન અને શિવમ દુબેએ 18 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી રવિચંદ્રન અશ્ર્વિને 2 વિકેટ લીધી હતી. નાન્દ્રે બર્જર અને યુઝવેન્દ્ર ચહલને 1-1 વિકેટ મળી હતી. જ્યારે રવીન્દ્ર જાડેજા મેદાનમાં અવરોધ ઉભો કરવાને કારણે આઉટ થયો હતો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj