(ધર્મેશ કલ્યાણી) જસદણ, તા.13
જસદણના એડવોકેટ અને નોટરી મનોજભાઈ અંબાણીની સુપુત્રીના લગ્ન પૂર્વે યોજાયેલા ભોજન સમારોહમાં કેબિનેટ મંત્રીએ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા.જસદણના વણીક સમાજના અગ્રણી અને એડવોકેટ મનોજભાઈ રતિલાલ અંબાણીની સુપુત્રી ચિ. રૂચિના લગ્ન પ્રસંગ નિમિત્તે લગ્ન પૂર્વે જસદણમાં ચીતલીયા રોડ ઉપર પ્રજાપતિ સમાજની વાડી ખાતે ભોજન સમારોહ યોજાયો હતો.
આ ભોજન સમારોહમાં પાણી પુરવઠા, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ એમ. બાવળીયાએ ઉપસ્થિત રહીને નવદંપતિ ચિ. રૂચી તેમજ ચિ. પાર્થકુમારને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે એડવોકેટ મનોજભાઈ અંબાણીના વેવાઈ હેમેન્દ્રભાઈ પંડ્યા, તેમના જમાઈ પાર્થકુમાર, કિશનભાઇ પંડ્યા, જલ્પાબેન પંડ્યા, અગ્રણી બિલ્ડર કુલદીપભાઈ પટગીર,, એડવોકેટ મેહુલભાઈ અંબાણી, એડવોકેટ યોગેશભાઈ અંબાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy