વડોદરા: રેસ્ટોરાથી મલ્ટીપ્લેક્ષમાં પીવાના પાણીની બોટલમાં ત્રણ ચાર ગણા ભાવ વસુલવામાં આવે છે અને ગ્રાહકો મજબૂર બનીને તે ચુકવે પણ છે તે બદલ વડોદરાના એક ગ્રાહકે રૂા.20ની પાણીની બોટલના રૂા.41 વસુલનાર શહેરના કબીર કિચન કાફે ગેલેરી સામે ગ્રાહક અદાલતમાં માંડેલા કાનૂની જંગ સાત વર્ષે જીત્યા છે અને અદાલતે તે ગ્રાહકને માનસીક પરેશાની બદલ રૂા.5000 અને કાનૂની ખર્ચના રૂા.2000 ચુકવવા રેસ્ટોરાને આદેશ આપ્યો છે.
2017માં વડોદરા ગ્રાહક અદાલત સમક્ષ આ વિવાદ આવ્યો હતો. જતીન વાલોગર નામના એક વ્યક્તિએ 750 મીલી પાણીની બોટલ જે 19 રૂા.ની એમ.આર.પી. ધરાવતી હતી તેના રૂા.39 અને સર્વિસ ચાર્જના રૂા.2 એમ કુલ રૂા.41 વસુલાયા હતા.
હોટલ સંચાલકોએ આજ રીતે વસુલાય છે તેવું જણાવીને જણાવતા તેઓએ ગ્રાહક જાગૃતિ સુરક્ષા પંચનો સહારો લીધો હતો. જેમાં ગ્રાહક અદાલતની નોટીસ છતા રેસ્ટોરા માલીકે જવાબ આપવાની ચિંતા કરી ન હતી પણ બાદમાં તેની સામેના પુરાવાના આધારે કબીર કીચન કાફેને દોષીત ગણાવી હતી.
આ ઉપરાંત કાફેના સંચાલકનું વર્તન પણ યોગ્ય ન હતું. જેમાં રૂા.5000નો માનસિક હેરાનગતી વળતર રૂા.2000નો કાનૂની ખર્ચ અને બોલાતા જે રૂા.21 વધુ વસુલાયા તેને 9% વ્યાજ સાથે પરત કરવા આદેશ આપ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy