વેરાવળના મફતીયાપરામાં દીપડાને પાંજરે પુરવા કવાયત

Local | Veraval | 15 May, 2024 | 10:33 AM
સાંજ સમાચાર

વેરાવળ,તા.15
વેરાવળ શહેરના રીંગરોડ ઉપર આવેલ અતિ ગીચ અને પછાત વિસ્તાર મફતિયાપરામાં છેલ્લા બે દિવસથી દીપડો દેખા દેતો હોય તેવી ફરિયાદ ઉઠી છે જેના પગલે આ વિસ્તારના સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા પણ રહેણાંક વિસ્તારમાં દીપડો હોવાના કારણે ચિંતિત છે. અને આ દીપડાને પાંજરે પુરવા માટે છેલ્લા બે દિવસથી કવાયત કરી રહી છે પરંતુ આ વિસ્તારમાં તંત્રની બેદરકારીના પગલે ગંદા પાણીનું મોટું તળાવ આવેલું હોય અને આ તળાવમાં મસ મોટું ઘાસ ઊગી નીકળું હોય જેમાં આ દીપડો લપાઈ જતો હોવાનું વન વિભાગનું અનુમાન છે. ત્યારે  તંત્ર દ્વારા આ ગંદકીનાગંજ અને ઘાસને મશીનરી મારફતે વહેલી તકે દૂર કરવામાં આવે તો આ વિસ્તારમાં દીપડાની દેહેશત માંથી લોકોને મુક્તિ મળે અને દીપડાને પાંજરે પૂરવામાં વન વિભાગને સરળતા રહે તેમ છે.

હાલ તો છેલ્લા બે દિવસથી દીપડો દેખાતો હોય અને લોકો સતત ફરિયાદ સાથે ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે વન વિભાગના સહકારમાં તંત્ર દ્વારા પણ આ ગંદકીના ગંજ અને ઘાસચારાને દૂર કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે. 
(તસ્વીર: મીલન ઠકરાર વેરાવળ)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj