અમદાવાદ,તા.21
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન ઉમેદવારો તેમજ પરીક્ષકોને સરળતા રહે તે માટે મહત્ત્વના ત્રણ નિર્ણય લીધા આ નિર્ણયો વિશે ખુદ આયોગના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી છે. પ્રથમ નિર્ણય એ છે કે અનુભવ જરૂરી ન હોય તેવી ભરતીમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ અરજી કરી શકશે.
બીજો નિર્ણય એ છે કે નિબંધલક્ષી પરીક્ષામાં સારા પરીક્ષક મળે તે માટે પ્રશ્ર્નપત્ર તપાસવાનું મહેનતાણું આયોગ દ્વારા બમણું કરાયું છે. આ સિવાય આ કામ કરવાની ઈચ્છા ધરાવનાર પરીક્ષકો આયોગનો સંપર્ક કરી શકશે. ત્રીજો નિર્ણય છે કે, ઈન્ટરવ્યૂ માટે આવનારા ઉમેદવારોને નાસ્તો અને ભોજન પણ અપાશે. જેમાં તેમણે આયોગમાં પરીક્ષા આપવા આવનારા ઉમેદવારો ભૂખ્યા ન રહે તે બાબતનું ધ્યાન રાખીને મહત્વની જાહેરાત કરી હતી.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા વર્ગ-3ની સીધી ભરતી માટેની લાયકાતમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી, GSRTCમાં વર્ગ-3ની નોકરીઓ માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે સ્નાતકની ડિગ્રી હોવી ફરજિયાત રહેશે. અત્યારસુધી, ધોરણ 12 પાસ ઉમેદવારો સીધી ભરતી દ્વારા GSRTCમાં ક્લાર્કની નોકરી મેળવી શકતા હતા. જોકે, હવે આ નિયમમાં બદલાવ કરવામાં આવ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy