પોલેન્ડની આ યુવતીને મળ્યો ગિનેસ વર્લ્ડરેકોર્ડ

48 કલાક 82 ફુટના સ્વિમિંગ-પૂલમાં તરતા રહેવાનો રેકોર્ડ બનાવતી કેરોલિના !

World, Off-beat | 26 April, 2025 | 03:25 PM
સાંજ સમાચાર

પોલેન્ડ,તા.26
પોલેન્ડની કેરોલિના સ્કેપનિયાક નામની મહિલાએ સ્વિમિંગ-પુલમાં લગાતાર 48 કલાક તરવાનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 17 વર્ષનો સ્વિમિંગનો અનુભવ ધરાવતી કેરોલિનાએ 82 ફુટના સ્વિમિંગ-પુલમાં પૂરા બે દિવસ ગાળ્યા હતા.

બે દિવસના 48 કલાક દરમ્યાન તે એક પણ વાર પુલની બહાર આવી નહોતી. કેરોલિનાની આ સ્વિમિંગ ચેલેન્જ પોલેન્ડ ફાઉન્ડેશન દ્વારા પ્રાયોજિત હતી જે પોતાનાં અંગો ખોઈ ચૂક્યાં હોય એવાં બાળકોની દેખરેખ રાખવાનું અને આર્ટિફિશ્યલ અંગો લગાવવાનું કામ કરે છે.

સતત બે દિવસ સુધી પાણીમાં રહેવું એ શારીરિક રીતે ખૂબ પડકારજનક કામ હતું, પરંતુ એ માટે તેણે મહિનાઓથી જાતને તૈયાર કરવાની શરૂઆત કરેલી. લગાતાર 48 કલાક જાગતા રહેવું એ જ મોટી ચેલેન્જ હતી.

એ માટે તેણે છેલ્લાં કેટલાંય અઠવાડિયાંથી ડાયટિંગ, ઊંઘ પર નિયંત્રણ રાખવાની ટ્રેઇનિંગ, વેઇટ ટ્રેઇનિંગ અને લાંબા કલાકો સુધી સ્વિમિંગ કરવાની પ્રેક્ટિસ કરી હતી.

48 કલાકના આ પડકાર દરમ્યાન કેરોલિના જરાય સૂતી નહોતી. માત્ર વચ્ચે બ્રેક લઈને પાણીમાં જ રહે-રહ્ય તરવામાંથી બ્રેક લઈને ફૂડ લીધું હતું જેથી એનર્જી ટકી રહે. લગાતાર બીજા દિવસે સ્વિમિંગ કરી રહી હતી ત્યારે તેની સ્પીડ ખૂબ જ ધીમી થઈ હતી, પરંતુ તેણે હાર નહોતી માની.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj