(મિલાપ રૂપારેલ)અમરેલી, તા.16
વડિયાનાં ગ્રામ્ય વિસ્તારની સગીરાનાં આંતરિક ફોટોગ્રાફ વાયરલ કરાતા ફરિયાદ થઇ છે. વડિયા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક મહિલાની દિકરી સગીરવયની હોય તેવુ જાણવા છતાં મોટી કુંકાવાવ ગામે આવેલ ઘનશ્યામનગરમાં રહેતા રવીભાઇ રમેશભાઇ ડાબસરા નામના આરોપીએ ગત તા. 30/1/24ના રોજ ભોગ બનનાર તરૂણીને પોતાની પાસે બોલાવી અને તરૂણીને લલચાવી ફોસલાવી અને તરૂણી સાથે શારીરિક અડપલા કરી તેમજ શારીરિક સંભોગ કરી અને આરોપીએ પોતાના મોબાઇલ ફોનમાં ભોગ બનનાર તરૂણીના અશ્લીલ ફોટાઓ પાડી લીધા હતા.
બાદમાં આરોપીએ ભોગ બનનારને કહેલ કે જો આ બનાવ અંગે તું કોઇને પણ જાણ કરીશ તો તારા અશ્લીલ ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દઈશ અને તને તથા તારા ભાઇને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ભોગ બનનારને જવા દિધેલ હતી અને બાદમાં આરોપીએ ભોગ બનનારના અશ્ર્લીલ ફોટાઓ વાયરલ કરી દીધેલ હતા.
ત્યાર બાદ બે એક મહિના પહેલા વડિયા તાલુકાના અમરાપુર ગામે રહેતા રાજવીરભાઇ જયરાજભાઇ ગળચર નામના આરોપીએઅગાઉ ભોગ બનનાર તરૂણીના આરોપી રવીભાઇ રમેશભાઇ ડાબસરા સાથેના ગૃપ્તાંગના ફોટાઓ ભોગ બનનાર તરૂણીના વોટસએપમાં મોકલી આપેલ તેમજ સોશ્યલ મીડિયામાં પણ વાયરલ કરી આ બંને આરોપીઓએ ભોગ બનનાર તરૂણીનુ ઓનલાઇન શોષણ કર્યાની બીએનએસ ક.64(2)(આઇ), 65(1), 75(2), 351(3) તથા પોકસો કલમ 4(2), 8, 12, 17 તથા આઇ.ટી. એકટ કલમ 66(ઇ), 67(બી) મુજબ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy