સાવધાન: મોબાઈલ પર બિનજરૂરી કોલ કરનાર પર તવાઈ ઉતરશે

India | 15 May, 2024 | 03:10 PM
સરકારએ નવા નિયમો જાહેર કર્યા: ગુનાહિત પ્રવૃત્તિ હેઠળનો કેસ થશે
સાંજ સમાચાર

દિલ્હી, તા. 15 
ભારત મા મોબાઈલ દ્વારા ફ્રોડમાં ઘણો વધારો થયો છે. દરેક વ્યક્તિ ફેક કોલ અને મેસેજથી પરેશાન છે. આવા કોલ અને મેસેજને રોકવા માટે સરકારે અનેક પગલાં પણ લીધા છે. તેમજ આવા કોલ અને મેસેજ કરનારાઓને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ કરવા માટે નિયમો બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સામાન્ય જનતાની સાથે સરકાર પણ બિનજરૂરી કોલ અને મેસેજથી કંટાળી છે. આવી સ્થિતિમાં સરકાર મોબાઈલ ગ્રાહકોની સુરક્ષા માટે એક નવો નિયમ લાવી રહી છે, જેમાં ઈમરજન્સી કોલ, પ્રમોશનલ કોલ અને મેસેજને અન્યાયી વેપાર વ્યવહારમાં સામેલ કરી શકાશે. કારણ કે મોબાઈલ ફોનની છેતરપિંડીમાં આવા કોલ અને મેસેજ મહત્વની ભૂમિકા ભજવે છે.

આગામી થોડા મહિનામાં ગ્રાહક વિભાગ દ્વારા માર્ગદર્શિકા રજૂ કરવામાં આવી શકે છે. પ્રમોશનલ અથવા બેંકો, રિયલ એસ્ટેટ સંબંધિત ટ્રાન્ઝેક્શન જેવા ટેલિમાર્કેટિંગ સંબંધિત સંદેશાઓ મોકલવા માટે જવાબદારી નક્કી કરવાનો નિયમ હશે. ઉપરાંત, આવી પ્રથાને અનુસરવા બદલ ગુનાહિત પ્રવૃત્તિ હેઠળનો કેસ કરવાની જોગવાઈ રહેશે.

ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 ની કલમ 2(28) અને 2(47) મુજબ, બિનજરૂરી કોલ્સ અને સંદેશાઓ, ખોટા વેપાર ટ્રેડ પ્રેક્ટિસના દાયરામાં આવે છે. જો પ્રચારાત્મક અથવા બિનજરૂરી કોલ્સ અને સંદેશાઓ યોગ્ય ચેનલ દ્વારા કરવામાં આવ્યાં નથી, તો તેમને ગ્રાહક કાયદા હેઠળ દોષિત ગણવામાં આવશે છે. આમાં રેગ્યુલર નંબર સીરીઝમાંથી પ્રમોશનલ અને બિનજરૂરી કોલ અને મેસેજ કરી શકાશે નહીં. 

એસએમએસ ફિશીંગના મામલમાં ભારત એક મોટું બજાર છે. દર મહિને 120 થી 150 મિલિયન ફિશિંગ સંદેશાઓ ભારતીયોને મોકલવામાં આવે છે. લગભગ 300,000 લોકો કૌભાંડનો શિકાર બને છે. પરંતુ માત્ર 35,000 થી 45,000 કેસ નોંધાય છે.

આ બાબતે ગ્રાહક વિભાગ, ટેલિકોમ્યુનિકેશન વિભાગ એટલે કે DOT અને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભારતી એરટેલ, રિલાયન્સ જિયો, વોડાફોન આઈડિયા અને BSNL અને COAI સાથે બેઠક યોજી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj