રાજકોટ,તા.20
રાજકોટ નાલંદા તીર્થ ધામ ખાતે ગોંડલ સંપ્રદાયના પૂ.ઈન્દુબાઈ મ.સ.ના સુશિષ્યા પૂ.સોનલજી મ.સ.નો આજે જન્મ દિવસ છે. ભાવિકો પૂ.સોનલજી મ.સ.ના જન્મદિનની જીવદયા,સાધર્મિકોને સહાય સહિત માનવતાસભર કાર્યો કરી ધર્મોલ્લાસ સાથે ઊજવણી કરવામાં આવી રહી છે...
ધોરાજી ધન્ય ધરા ઉપર રત્નકુક્ષિણી માતુશ્રી કમળાબેન ભુપતભાઈ શેઠ પરિવારના ગૃહાંગણે તા.20/1/1958 ના એક આત્માનું અવતરણ થયું. પરિવારજનોએ રેખા નામ પાડ્યું. 24 વર્ષની ભર યુવાન વયે તેઓને મહાવીરનો મઝેઠિયો રંગ લાગ્યો.તેઓની જૈન ભાગવતી દીક્ષા ઉપલેટાની પાવન ધરા ઉપર મહા સુદ તેરસ વિક્રમ સંવંત 2038 તા.6/2/1982 ના રોજ થયેલ. બહુશ્રુત આચાર્ય ભગવંત પૂ.જશાજી મ.સ.ના પરિવારના સૌરાષ્ટ્ર સિંહણના ઉપનામથી વિખ્યાત બનેલ સ્વ.પૂ.ઈન્દુબાઈ મ.સ.એ તેઓને દીક્ષા મંત્ર આપી કરેમિ ભંતેનો પાઠ ભણાવી પૂ.સોનલજી મ.સ.નામકરણ ઘોષિત કર્યું.
ગૌરવભાઈ દોશીએ જણાવ્યું કે જ્ઞાન ગચ્છ સંપ્રદાયના પૂ.મહાત્માજી મ.સ.( પૂ.જયંતમુનિજી મ.સા.)એ તેઓને વડી દીક્ષા સાથે પંચ મહાવ્રતોનું આરોહણ કરાવેલ.
સૌરાષ્ટ્ર સિંહણ પૂ.ઈન્દુબાઈ મ.સ.ની અસીમ કૃપા પૂ.સોનલજી મ.સ.ને મળેલી અને ફળેલી પણ છે.તેઓશ્રીનો કંઠ મધુર છે.
ખૂબ જ પ્રભાવશાળી પ્રવચન આપે છે.
રાજકોટના ગૌરવ પથ કાલાવડ રોડ ઉપરના મુખ્ય ચોકને " પૂ.ઈન્દુબાઈ મ.સ.ચોક ” નામકરણ થયેલ તેમાં પણ પૂ.સોનલજી મ.સ.નું યોગ્ય માગેદશેન મળેલ.
પૂ.સોનલજી મ.સ.ની પ્રેરણાથી નાલંદા તીર્થધામ ખાતે અવાર - નવાર તપ - જપના અનેરા આયોજનો થાય છે.ચૈત્ર માસની આયંબિલ ઓળીમાં સૌરાષ્ટ્રમાં નાલંદા તીથેધામનો અવલ્લ નંબર આવે છે.
મનોજ ડેલીવાળાએ વિશેષ માહિતી આપતા જણાવ્યું કે નાલંદા તીર્થધામ ખાતે છેલ્લા બે દાયકા ઉપરાંતથી સોનલ સદાવ્રત અંતર્ગત સાધર્મિકોને જીવનપયોગી ચીજ વસ્તુઓનું નિ:શૂલ્ક વીતરણ કરવાનો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે. શૈક્ષણિક સહાય સહિત સમાજપયોગી અનેક સદ્કાર્યો નાલંદા તીર્થધામની ભૂમિ ઉપરથી થઈ રહ્યા છે.
સોનલ સારવાર સહાય,ગરીબ પરિવારોને મેડિકલ સહાય,દરરોજ શ્વાનોને બિસ્કીટ, કબૂતરોને ચણ,ગાય માતાઓની ગોળ ખવરાવવાની પુણ્ય ઉપાર્જનની સુંદર પ્રવૃત્તિઓ નિરંતર થઈ રહી છે.
પૂજ્ય મોટા સ્વામી તથા પૂ.સોનલજી મ.સ.ની પ્રેરણાથી રાજકોટ ગીત ગૂર્જરી સંઘમાં શાતાકારી આયંબિલ ભવન,નેમિનાથ - વીતરાગ સંઘ,કાલાવડ ઉપાશ્રય, મોણપર (કાલાવડ હાઈ - વે)વગેરે ધર્મ સ્થાનકોના નૂતનીકરણ એવમ્ જિર્ણોદ્ધારમાં દાતાઓએ દાનનો ધોધ વહાવ્યો છે.
" પૌષધ એ આત્માનું ઔષધ ”
એમ પૌષધ વ્રતના નાલંદા તીથેધામ ખાતે રૂડા આયોજનો કરી ધાર્મિક ક્રિયાઓ સામાયિક,પ્રતિક્રમણ,પૌષધ વગેરેને જીવંત રાખવામાં નિમિત્ત બને છે. પૂ.સોનલજી મ.સ.ની પ્રેરણા થાય એટલે હજારો બહેનો સ્વયંભુ ઉત્સાહસભર ધમેકરણીમાં જોડાઈ જાય છે.
42 વષેના સંયમ પયોયમાં તેઓએ ગુરુણી મૈયા પૂ.ઈન્દુબાઈ મ.સ.સહિત અન્ય મહાસતિજીઓ સાથે અનેક ક્ષેત્રોમાં વિચરણ કરી જિન શાસનની આન-બાન-શાન વધારી છે.માત્ર કાઠિયાવાડ જ નહીં પરંતુ ઝાલાવાડના જોરાવનગર,થાન જેવા ક્ષેત્રોમાં તેઓએ ચાતુર્માસ કરી અજોડ શાસન પ્રભાવના કરી ડુંગરસિંહજી મ.સા.એવમ્ ગોં.સં.ને ગૌરાન્વિત કર્યો છે.આદિનાથ પ્રભુની પવિત્ર ભૂમિ પાલીતાણા,પ્રભુ નેમનાથની ધન્ય ધરા જુનાગઢ, શંખેશ્વર, અમદાવાદ સહિતના અનેક નાના - મોટા ક્ષેત્રોમાં તેઓએ અપૂવે લાભ આપેલ છે.
આગમ પ્રેમી પૂ. શ્રી પદ્દમાજી મહાસતિજી તથા, સ્વર કિન્નરી પૂ.શ્રી સોનલજી મહાસતિજી,સેવાભાવી પૂ.શ્રી મીનળજી મહાસતિજી સુખશાતાપૂવેક નાલંદા તીથેધામ રાજકોટ ખાતે બીરાજમાન છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy