ગોંડલમાં ભગવાન પરશુરામના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Dharmik | Gondal | 11 May, 2024 | 11:55 AM
મહાપૂજા, મહાઆરતી, બ્રહ્મભોજન સહિતના કાર્યક્રમો યોજાયા
સાંજ સમાચાર

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)
ગોંડલ તા. 11

ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણોનાં આરાધ્યદેવ ભગવાન પરશુરામજીનાં જન્મોત્સવ અંતર્ગત શહેર તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પુ.ઘનશ્યામજી મહારાજની નિશ્રામાં ભુવનેશ્વરીપીઠ ખાતે મહાપુજા, મહાઆરતી અને બ્રહ્મ ભોજનનું ભવ્ય આયોજન કરાયુ હતુ.જેમા ગોંડલ તથા મોવીયાનાં બૃમ્હ પરીવારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી 

ભગવાન પરશુરામજીની મહાપુજા, આરતી અને ભોજન પ્રસાદ નો લ્હાવો લીધો 
હતો.

કાર્યક્રમમાં રામજીમંદિરનાં મહંત પુ.જેરામદાસ બાપુ તથા પુ.ઘનશ્યામજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા.ધારાસભ્યનાં પ્રતિનિધિ ગણેશભાઈ, ક્ષત્રીય અગ્રણી કનકસિંહ જાડેજા, નાગરીક બેંક ચેરમેન અશોકભાઈ પીપળીયા,નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા, જયંતિભાઈ સાટોડીયા, ઉદ્યોગપતિ લક્ષ્મણભાઈ પટેલ, યાર્ડનાં વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, વેપારી મહામંડળનાં પ્રમુખ ગોપાલભાઈ ટોળીયા, નલીનભાઇ જડીયા, આંબેડકર ઉત્સવ સમીતીનાં ચેરમેન મહેન્દ્રભાઈ સોલંકી, બજરંગ દળ નાં હિરેનભાઈ ડાભી,વિશ્વ હિન્દુ પરિષદનાં ધર્મેન્દ્રભાઇ રાજાણી, વહોરા સમાજનાં આબેદીન હીરાણી,રાજકોટ બૃમ્હ સમાજ નાં પ્રવીણભાઈ સહિત આગેવાનોએ પણ પરશુરામ જન્મોત્સવમાં ઉપસ્થિત રહી મહાપુજા અને મહા આરતી સાંથે ભગવાન પરશુરામજીનું પુજન અર્ચન કર્યુ હતું.

જન્મોત્સવમાં બ્રહ્મ સમાજનાં પ્રમુખ જીતુભાઇ આચાર્ય તથા મહીલા પાંખનાં પ્રમુખ આયુશીબેન રવિદર્શનનાં નૈતૃત્વ હેઠળ પ્રોજેક્ટ ચેરમેન મયુરભાઈ મહેતા,કલ્પેશભાઈ વ્યાસ ઉપરાંત યોગેન્દ્રભાઇ જોશી, પ્રવીણભાઈ  પંડ્યા,જીતુભાઇ પંડ્યા,પારસભાઇ જોશી,દિલીપભાઈ વ્યાસ, નીખીલભાઇ જોશી,રાજુભાઇ મહેતા, રમેશભાઈ જોશી, મુકેશભાઇ શુકલ, ગીરીશભાઈ રાવલ, સુરેશભાઈ રાવલ સહિત બ્રહ્મ ટીમે જહેમત ઉઠાવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj