હૈદરાબાદ સામે ચેપોકમાં ચેન્નઈ પ્રથમવાર હાર્યુ : IPL ની રેસમાંથી ધોની સેના હવે લગભગ બહાર

India, Sports | 26 April, 2025 | 10:03 AM
400મી T20 મેચમાં ધોની ફલોપ : હૈદરાબાદની 5 વિકેટે જીત
સાંજ સમાચાર

ચેન્નઈ,તા.26
IPL  2025ની 43મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પાંચ વિકેટે જીત મેળવીને ચેન્નઈ સુપર કિંગ્સને ચેપોક સ્ટેડિયમમાં પહેલી વાર માત આપી હતી. હોમ ટીમ ચેન્નઈ 19.5 ઓવરમાં માંડ-માંડ 154 રન ફટકારીને ઓલઆઉટ થયું હતું.

2023 બાદ તેમની ટીમ પહેલી વાર આ રીતે ધરાશાયી થઈ ગઈ હતી. ઈશાન કિશનની 44 રનની ઇનિંગ્સના આધારે આઠ બોલ પહેલાં પાંચ વિકેટ ગુમાવીને 155 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. વર્ષ 2013થી હૈદરાબાદ ચેપોક સ્ટેડિયમમાં ચેન્નઈ સામે પાંચેય મેચ હાર્યું હતું.

ટોસ હારીને પહેલાં બેટિંગ કરવા ઊતરનાર ચેન્નઈએ ખરાબ શરૂઆત કરી હતી. 4.3 ઓવરમાં જ્યારે ચેન્નઈએ 39 રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી ત્યારે તેમના 17 વર્ષના યંગેસ્ટ પ્લેયર આયુષ મ્હાત્રે (19 બોલમાં 30 રન)એ એક સમય માટે ટીમની ઇનિંગ્સ સંભાળી હતી.

જુનિયર એબી ડિવિલયર્સ તરીકે જાણીતા 21 વર્ષના સાઉથ આફ્રિકન બેટર ડેવોલ્ડ બ્રેવિસે ચેન્નઈ માટે પોતાની પહેલી મેચ રમતાં એક ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી પચીસ બોલમાં 42 રનની ઇનિંગ્સ રમીને સૌને પ્રભાવિત કર્યા હતા.

તેણે ચૌથી વિકેટ માટે રવીન્દ્ર જાડેજા (17 બોલમાં 21 રન) સાથે 27 રનની અને પાંચમી વિકેટ માટે શિવમ દુબે (નવ બોલમાં 12 રન) સાથે 40 રનની ભાગીદારી કરી હતી.

સાતમા ક્રમે બેટિંગ માટે આવેલા દીપક હૂડા (21 બોલમાં બાવીસ રન)એ ધીરજપૂર્વકની ઇનિંગ્સ રમીને ટીમનો સ્કોર 150 રનને પાર પહોંચાડયો હતો. આ ફોર્મેટની 400મી મેચ રમી રહેલો મહેન્દ્ર સિંહ ધોની (10 બોલમાં 6 રન) પણ બેટિંગમાં ફ્લોપ રહ્યો હતો. 

ચેન્નઈએ પોતાની અંતિમ છ વિકેટ 40 રનની અંદર ગુમાવી દીધી હતી. ચેન્નઈ ચેપોકમાં 2012 અને 2019માં મુંબઈ સામે ઑલઆઉટ થયું છે. તેમણે છ વર્ષ બાદ પોતાના ગઢમાં તમામ વિકેટ ગુમાવી હતી. હૈદરાબાદ માટે ફાસ્ટ બોલર હર્ષલ પટેલ (28 રનમાં ચાર વિકેટ) સૌથી સફળ રહ્યો હતો.

અન્ય ફાસ્ટ બોલર્સ પેટ કમિન્સ અને જયદેવ ઉનડકટે 21-21 રન આપીને બે-બે વિકેટ ઝડપી હતી. ચેન્નઈ સામે ચાર કેચ પકડીને ઓપનિંગ માટે ઊતરનાર અભિષેક શર્મા પહેલી જઓવરમાં શૂન્યના સ્કોર પર કેચ આઉટ થતાં હૈદારબાદની શરૂઆત પણ સારી રીતે થઈ નહોતી.

ત્રીજા ક્રમે બેટિંગ માટે આવીને ઈશાન કિશને 34 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 44 રનની ઇનિંગ્સ રમીને 12મી ઓવર સુધી ટીમની ઈનિંગ્સ સંભાળી રાખી હતી.

તેની ત્રણ નાની ભાગીદારીથી હૈદરાબાદ 90 રનના સ્કોર સુધી પહોંચ્યું હતું. છઠ્ઠી વિકેટ માટે નીતીશ કુમાર રેડ્ડી (13 બોલમાં 19 રન) અને કામિન્ડુ મેન્ડિસે (22 બોલમાં 32 રન) રનની અણનમ 49 રન પાર્ટનરશિપ કરીને હૈદરાબાદને જીત અપાવી હતી. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj