પ્રયાગરાજ, તા.24
મહાકુંભમાં દરેક જગ્યાએ પ્રવચન, રામકથા અને હવન-પૂજન થઈ રહ્યા છે. સંગમ ક્ષેત્ર સવાર-સાંજ વેદીક મંત્રો અને કથા-પ્રવચનથી ગુંજી રહ્યું છે. એક એકથી ચડિયાતા વિદ્વાનો જગદગુરુઓ, પીઠાધિશ્વર સત્સંગ-પ્રવચન કરી શ્રદ્ધાળુઓને શાંતિ પ્રદાન કરાવી રહ્યા છે.
આ દિવ્ય અને ભવ્ય મહાકુંભમાં કેટલાક એવા જ્ઞાની અને વિદુષી છે જેમની ઉંમર રમવાની અને ભણવાની છે તેમ છતાં તેઓ આ વયે શ્રદ્ધાળુઓને ધર્મ અને અધ્યાત્મનું જ્ઞાન વહેંચી રહ્યા છે.
રામકથા સાથે સાથે બોર્ડની પરીક્ષાની તૈયાર કરે છે શશી નારાયણ સેવા સંસ્થાન ઉદયપુર તરફથી આયોજીત શ્રીરામ કથામાં 15 વર્ષનો બાળ કથાવાચક પંડિત શશિ શેખરનું પ્રવચન બુધવારથી શરૂ થયું છે.
તે 28 જાન્યુઆરી સુધી શ્રીરામ કથા સંભળાવશે. આ વખતે તે યુપી બોર્ડની હાઈસ્કુલની પરીક્ષાની તૈયારી પણ કરી રહ્યો છે. આ વયે કથા વાચન પૂછતા તેણે કહ્યું હતું કે આ બધું ભગવાનની પ્રેરણાથી થઈ રહ્યું છે.
મનુપ્રિયા 8 વર્ષની વયથી જ સંભળાવે છે કથા: શ્રીરામ વૃંદાવન તરફથી સેકટર 16માં લગાવાયેલ રાધા કિશોરી સેવાધામ શિબિરમાં કિશોરી મનુપ્રિયા પ્રયાગ મહાત્મ્ય પર પ્રવચન આપશે.
સૌથી નાની કથાવાચક અનુષ્કા કુંભમેળામાં આવશે: નાની વયે કથાવાચક બનેલી અનુષ્કા પાઠક પણ વસંત પંચમીએ સ્નાન પહેલા મેળામાં આવી જશે. આઠ વર્ષની કથાવાચક અનુષ્કાને ગત વર્ષે પ્રધાનમંત્રી પુરસ્કાર-2024થી સન્માનીત કરાઈ હતી. અનુષ્કા કુશીનગરની રહેવાસી છે, હાલ તે પ્રયાગરાજમાં ભણી રહી છે.
9માં ધોરણની છાત્રા પ્રિયાંશી સંભળાવે છે રામકથા: મહોબાની 15 વર્ષની પ્રિયાંશી કિશોરી અરૈલ ક્ષેત્રમાં શ્રીરામકથા સંભળાવી રહી છે. તેની કથા 28 જાન્યુઆરી સુધી ચાલશે. 12 વર્ષની વયે શ્રીરામકથા અને ભગવદકથા સંભળાવી રહેલી પ્રિયાંશી હાલ 9માં ધોરણમાં ભણે છે તેણે કહ્યું હતું કે, કથાવચન તેણે કોઈ ગુરુકુળમાંથી નથી શીખ્યું, બધી ઠાકુરજીની કૃપા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy