રાજકોટ, તા.21
ગાંધીધામ ખાતે યોજાયેલી "હાલ્લો ગુજરાત સીઝન 7" રિયાલિટી શોમાં પુજા હોબી સેન્ટર અને પોદાર પ્રેપ અક્ષર માર્ગના બાળકો પસંદ થયા છે. તારીખ 27 એપ્રિલ રવિવારના રોજ ગાંધીધામ ખાતે "હાલ્લો ગુજરાત સીઝન-7 નું ઓડીશન રાખેલ છે.
જેમાં જજ તરીકે ડાન્સ ઇન્ડીયા ડાન્સ ના વિજેતા ટાઈગર પોપ અને મરાઠી ફિલ્મના કોરિયોગ્રાફર રોશન માડકરે નિર્ણાયક તરીકે રહેશે. સમગ્ર ગુજરાતમાંથી રાજકોટ-જામનગર-ભાવનગર- પોરબંદર-કચ્છ-મોરબી જિલ્લાના બાળકો આ ઓડિશનમાં ભાગ લેશે.
પુજા હોબી સેન્ટરના અને પોદાર પ્રેપ અક્ષર માર્ગના આ બાળકો જેમાં સિમરન તંતી, આસ્થા અમીપરા, રાહી નાગવેકર, ફલક પારેખ, શિખા પાબારી, ધ્યાના ગઢીયા, દર્શિતા જાની, પ્રેમ ગાંધી, મીત ગાંધી, મહમદ ઝૈદ લખાખાન, વિવાન માંડલિયા, પરમ ઠકરાર, ધ્યાંશ કુંડલીયા, વત્સ કુંડલીયા, ધ્યેય રાણીંગા, પંથ અજુડીયા, લક્ષ્ય મેતા, મીતાંશ સરવૈયા, બીનીતા અનડકટ, ચાર્મી ઉદેશી, લબ્ધી મહેતા, આહના ગેહાની, તનિષા લાખાણી, એન્જલ નથવાણી, રિવા ઉમરાણીયા, વિહાન ગઢીયા, આરવ સોલંકી, સોહમ સેજપાલ, સોલો ડાન્સ, ડયુએટ ડાન્સ તથા ગ્રુપ ડાન્સ જેવી વિવિધ સ્પર્ધામાં ભાગ લેશે.
આ બાળકો દ્વારા યોગા, જીમ્નાસ્ટિક, ડાન્સ, સ્કેટિંગ ડાન્સ જેવી અનેક કૃતિ ફોક, કલાસિકલ, હિપહોપ, ક્ધટેમ્પરરી જેવી સ્ટાઇલ 4 થી 20 વર્ષ સુધીના બાળકો રજૂ કરવાના છે.આ સ્પર્ધા ના ચેરમેન પૃથ્વી સોનીએ 27/04/25 રવિવારના દિવસે રાખેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy