નવી દિલ્હી: ઓપરેશન સિંદુર સમયે ભારતે પાકમાં ત્રાસવાદી મથકોને ટાર્ગેટ કરીને કરેલી કાર્યવાહીથી ધુવાપુવા થયેલા પાક સૈન્યએ મિસાઈલ- ડ્રોન વિ. મારફત ભારત પર વળતો હવાઈ હુમલો કરવા પ્રયાસ કર્યો તે સમયે ચીન સૈન્ય તેને સેટેલાઈટ- રડાર વિ.થી પણ મદદ પુરી પાડી હતી. આમ ભારત-પાક વચ્ચેના આ મીની યુદ્ધમાં ચીન પણ સક્રીય હતું.
પાકે ભારત વિરુદ્ધ ચીની બનાવટના મિસાઈલ- ડ્રોન વિ.નો ઉપયોગ કર્યો જ હતો. પાક પાસે રડાર તથા અન્ય એર ડિફેન્સ સીસ્ટમ પણ ચીનની બનાવટની છે. ભારતે જો કે આ તમામ સીસ્ટમને નાકામીયાબ કરી નાખી હતી અને પાકના હવાઈદળ સહિતના મહત્વપૂર્ણ લશ્કરી મથકો પર હુમલા કરીને તબાહ કર્યુ હતું પણ હવે એ પણ ઘટસ્ફોટ થયો કે ભારતમાં સેનાની મુવમેન્ટ અને હવાઈદળના મથકો સહિતની માહિતી માટે પાક પુર્ણ રીતે ચીન પર જ આધારીત હતું. ચીનના સેટેલાઈટ તથા શક્તિશાળી રડાર ભારતીય દળોની હિલચાલ પર કેન્દ્રીત થયા હતા.
નવી દિલ્હી સ્થિત સેન્ટર ફોર જોઈન્ટ વોટફેર સ્ટડીઝના ડિરેકટર જનરલ શશાંક કુમારે જણાવ્યું કે તા.22 એપ્રિલના પહેલગાવ હુમલો થયો અને ભારતના એકશન તા.6-7 મે ના મધરાતના આવ્યો હતો અને આ 15 દિવસના સમયગાળામાં ચીને પાક સેનાને તેના રડાર સીસ્ટમ તથા સેટેલાઈટ પોઝીશન એડજેસ્ટ કરવામાં પણ મદદ કરી હતી અને ચીને પણ તેની સેટેલાઈટ પોઝીશન રી-એમ્પ્લોય કરી હતી.
જેથી તે ભારતના સૈન્યની મુવમેન્ટ પર નજર રાખી શકે એટલુ જ નહી. અશોકકુમારનું માનવું છે કે ચીને પાક સૈન્યને લોજીસ્ટીક અને ગુપ્તચર સપોર્ટ પણ કર્યા હોય તે શકય છે. આ સેન્ટર હવે ભારતના સૈન્ય માટેની થિન્ક ટેન્ક સમાન છે. જેમાં સૈન્યના અધિકારીઓ પણ સામેલ છે અને તેણે આ રીપોર્ટ પર ચીનને પણ તેનો પ્રત્યાઘાત આપવા જણાવ્યુ હતું પણ ચીને જવાબ આપ્યો ન હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy