શાંધાઈ(ચીન) તા.17
ચીનના હેકર્સે અમેરિકાના નાણામંત્રી જેનેટ યેલેનના કોમ્પ્યુટર હેક કરી ડેટા ચોરી કરી ખળભળાટ મચાવી દીધો છે. રિપોર્ટ અનુસાર, ચીની હેકર્સે અમેરિકન સેનેટ સભ્ય અને ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેનના કોમ્પ્યુટરમાંથી 50થી વધુ ફાઇલો ચોરી લીધી છે.
અહેવાલ મુજબ ડિસેમ્બરમાં ચીનના હેકર્સે ટ્રેઝરી વિભાગના ડેપ્યુટી સેક્રેટરી વાલે એડેયેમો અને કાર્યકારી અંડર સેક્રેટરી બ્રેડ સ્મિથના કોમ્પ્યુટર્સ સાથે ચેડાં કર્યા હતા. રિપોર્ટમાં દાવો કરાયો છે કે ચીની હેકર્સે નાણામંત્રી અને ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેનના કોમ્પ્યુટરમાંથી લગભગ 50 ફાઇલો એક્સેસ કરી છે અને ટ્રેઝરી વિભાગના કામ, ગુપ્ત અને આંતરરાષ્ટ્રીય બાબતો સંબંધિત માહિતી ચોરી લીધી છે.
આ સિવાય એક રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે, હેકર્સે ટ્રેઝરી વિભાગના 400થી વધુ પર્સનલ કોમ્પ્યુટર્સ અને પર્સનલ ડિવાઇસમાં સંગ્રહી રાખેલી 3,000થી વધુ ફાઇલો ઍક્સેસ કરી હતી. આ ઉપરાંત હેકર્સે અમેરિકામાં વિદેશી રોકાણ સમિતિ સંબંધિત માહિતી પણ મેળવી છે.
આ સમિતિ વિદેશી રોકાણના સુરક્ષા પરિણામોની સમીક્ષા કરે છે. રિપોર્ટ અનુસાર, હેકર્સે થર્ડ-પાર્ટી સાયબર સિક્યુરિટી સર્વિસ પ્રોવાઇડર બિયોન્ડ ટ્રસ્ટ કોર્પોરેશનના સોફ્ટવેરમાં ખામીનો ફાયદો ઉઠાવ્યો હતો.
સાયબર સુરક્ષા સેવા પ્રોવાઈડરે ગયા મહિને 8 ડિસેમ્બરે આ માહિતી આપી હતી. ટ્રેઝરી વિભાગે સાયબર સિક્યુરિટી એજન્સી, એફબીઆઈ અને અન્ય ગુપ્તચર એજન્સીઓને આ અંગે જાણ કરી. ટ્રેઝરી સ્ટાફે આ અઠવાડિયે કોંગ્રેસના સહાયકો અને કાયદા નિર્માતાઓને ઘટના વિશે માહિતી આપી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy