શહેર ભાજપ લોકસભા ચુંટણીના પરિણામ બાદ જીતની ઉજવણી નહિ કરે: મુકેશ દોશી

Saurashtra, Lok Sabha Election 2024 | Rajkot | 30 May, 2024 | 03:42 PM
સાંજ સમાચાર

રાજકોટ:તા 30 
શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા સહિતના એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એ લોકોની વિચારધારા સાથે ચાલતો નિષ્ઠાવાન પક્ષ છે કુદરતી હોનારત હોય કે આકસ્મિક અકસ્માત હોય તેવા લોકોના દુ:ખદ ઘટનામાં હંમેશા સાથે રહયો છે. રાજકોટમાં થયેલ ટી.આર.પી.ગેમઝોનના ગોઝારા અકસ્માતથી શહેરમાં ભુતકાળમાં ન બન્યો હોય તેવો બનાવ બનવાથી શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ પાર્ટીનો નિર્ણય જાહેર કરતાં જણાવ્યું હતું કે આ અકસ્માતમાં રાજકોટના પ્રજાજનમાં એક દુ:ખદ લાગણી ઉદભવી છે. 

જેના કારણે સમગ્ર વાતાવરણ શોકમગ્ન હોય આવા સમયે શહેર ભાજપ દ્વારા પક્ષના કાર્યકર્તાઓને તેમના વોર્ડમાં શહેરીજનોની સાથે તેમના દુ:ખદ ઘટના સાથે રહી તાજેતરની લોકસભાની ચુંટણીના પરિણામ બાદ કમલમ કાર્યાલય ખાતે તેમજ વોર્ડના કાર્યાલયો પર ઉજવણી ન કરવા શહેર ભાજપ મુકેશ દોશીએ અપીલ કરી છે .

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj