રાજકોટ,તા.21
સીટીબસ દુર્ઘટનામાં કોન્સ્ટ્રાકટર અને અધિકારી સામે ગુનો દાખલ કરવા શહેર કોંગ્રેસ સમિતિનાં આગેવાનોએ પોલીસ કમિશ્નરને રજુઆત કરી છે.
રાજકોટ શહેરમાં સીટી બસ નું સંચાલન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશ્વમ સીટી બસ ઓપરેશન પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવેલ છે.
નામી કંપનીનું નામ અને કોન્ટ્રાક્ટ ભાજપના મળતીયાઓ અને મહાનગરપાલિકાના એક પૂર્વ અધિકારી ચલાવતા હતા ડ્રાઇવરનું લાઇસન્સ પણ તા - 17/2/25 ના રોજ અવધિ પૂર્ણ થઈ હતી અને તેમ છતાં ડ્રાઇવિંગ કરેલ છે.
આ અંગે મહાનગરપાલિકાના વર્તમાન અધિકારીઓ પણ એટલા જ દોષિત છે. શહેરમાં ઓવર સ્પીડમાં યમરાજની જેમ ચાલી રહેલ સીટી બસના ઓવર સ્પીડ અંગેના કોઈ કેસ પોલીસ કરતી નથી ફક્ત અને ફક્ત પ્રજાને લુટે ઈ મેમો ઠપકારી લાયસન્સ અને પીયુસી માગી રોજનો આઠેક લાખનો દંડ પોલીસ કરે છે પરંતુ સીટી બસના ડ્રાઈવરો ના ક્યારેય પણ લાઇસન્સ કે ડોક્યુમેન્ટ માગવામાં આવ્યા નથી.
એસ.ટી ની વિજિલન્સ ટીમ અને પોલીસ દ્વારા સમયાંતરે એસ.ટીના ડ્રાઇવરો નશાની હાલતમાં છે કે કેમ તેની ચકાસણી બ્રેથ એનેલાઇઝર દ્વારા એસ.ટી બસ સ્ટેશનમાં જઈને કરવામાં આવે છે તો સીટી બસના ડેપો અને સીટી બસમાં ડ્રાઇવિંગ કરતા ડ્રાઇવરોનો બ્રેથ એનેલાઇજર પણ જરૂરી છે. અને રાજકોટ મહાનગરપાલિકાની વિજિલન્સ ટીમ અને પોલીસ દ્વારા સીટી બસના ડ્રાઇવરોનુ ચેકિંગ પણ થવું જોઈએ.
વધુમાં રાજકોટમાં ઇન્દિરા સર્કલે જ્યારે બનાવ બનેલ તે સમયે જે દ્રશ્યો સર્જાયા તેનાથી તત્કાલીન સમયે ટોળું ઉશ્કેરાતા સીટી બસમાં કરાયેલ તોડફોડ અને પોલીસમેન પર ટપલી દાવના પગલે પોલીસે આઈપીસી કલમ હેઠળ તત્કાલ ગુનો નોંધી તુરત જ આરોપીને ઓળખી બતાવ્યા અને એમાંના ચારની ધરપકડ કરવામાં આવી છે અને હજુ વધુ આરોપીઓને પોલીસ શોધી રહી છે ત્યારે પોલીસ મહાનગરપાલિકાના અને વિશ્વમ સિટી બસ ઓપરેશન્સ પ્રાઇવેટ લિમિટેડ અને ભાજપના મળતીયાઓ સામે ગુનો દાખલ કરવામાં ફીફા ખાંડે છે અને આ તમામ સામે સાપરધ મનુષ્યવધનો ગુનો દાખલ કરી તાત્કાલિક ધરપકડ કરવાની અમારી માંગ છે.
પોલીસ કમિશનર કરવામાં આવેલી રજૂઆતમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, રાજકોટ મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, જશવંતસિંહ ભટ્ટી, ભાવેશભાઈ બોરીચા, તુષારભાઈ નંદાણી, જગદીશભાઈ મોરી, ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy