મહાકાલેશ્વર મંદિરમાં શ્રધ્ધાળુઓ અને સુરક્ષા સ્ટાફ વચ્ચે બઘડાટી

India | 30 May, 2024 | 11:39 AM
શયન આરતી વખતે પ્રવેશ બાબતે અથડામણ થઇ ગઇ
સાંજ સમાચાર

ઉજજૈન, તા. 30
ઉજજૈનના પ્રસિધ્ધ જયોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિરમાં ભકતો અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે અથડામણની ઘટના બહાર આવી છે. ભગવાન મહાકાલની શયન આરતી દરમિયાન પ્રવેશ મામલે અને દ્વાર બંધ કરાતા આ મારામારી થઇ ગયાનું બહાર આવ્યું છે. 

મળેલી માહિતી મુજબ શંખદ્વાર બંધ થયા બાદ ભકતો અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે વિવાદ થયો હતો. આ બાદ કેટલાક શ્રધ્ધાળુઓ અને સ્ટાફ વચ્ચે મારપીટ થઇ ગઇ હતી.

મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા આ અંગે તપાસ કરાઇ હતી છે આ ઘટનાનો વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. બીજી તરફ બે દિવસથી ભકતો માટે ગરમીમાં 10 જમ્બો કુલર મુકવામાં  આવ્યા છે. મંદિર દ્વારા કુલરનું દાન કરનારા શ્રધ્ધાળુઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj