અમદાવાદ, તા.24
ગુજરાતમાં દેશના નાણાંકિય હબ તરીકે ઉપસી રહેલા ગાંધીનગરના ગીફટ સીટીમાંથી હવે ટૂંક સમયમાં હવે આઇપીઓ લોંચ થઇ શકશે. મુંબઇ શેરબજાર તેમજ નેશનલ સ્ટોક એક્સચેંજમાં અત્યાર સુધી જાહેર ભરણા માટે આવતી કંપનીઓ પોતાના આઇપીઓ લીસ્ટીંગ કરાવતી હતી અને સમગ્ર દેશમાં એક માત્ર મુંબઇમાંથી આ પ્રકારે શેરબજારની પ્રવૃત્તિઓ ચાલતી હતી.
પરંતુ ગાંધીનગરમાં તૈયાર કરાયેલા આધુનિક ગીફટ સીટી કે જે આંતરરાષ્ટ્રીય ફાયનાન્સીયલ સેન્ટર તરીકે પણ જાણીતું બનવા લાગ્યું છે ત્યાં હવે ટૂંક સમયમાં આઇપીઓ લોન્ચ કરવાની સુવિધા મળશે અને અનેક કંપનીઓ આગામી થોડા માસમાં તેના આઇપીઓ ગીફટ સીટી મારફત લોન્ચ કરશે.
જો કે અહીં મુંબઇ શેરબજારની જેમ લીસ્ટીંગ અને ટ્રેડીંગ સહિતની કાર્યવાહી કરવામાં થોડો સમય લાગશે. બાદમાં અહીં ડાયરેક્ટ લીસ્ટીંગ પણ થઇ શકશે. સામાન્ય રીતે રૂા.20 મીલીયન કે તેથી વધુના ટર્નઓવર ધરાવતા સેન્ટરમાં આઇપીઓ લીસ્ટીંગ થઇ શકે છે. પરંતુ ગીફટ સીટીએ તેનાથી પણ વધુ ટર્નઓવર કર્યું છે.
આ માટે ઇન્ટરનેશનલ ફાઇનાન્સીયલ સર્વિસ ઓથોરીટી કે જે ગીફટ સીટીની રેગ્યુલેટરી ગણાય છે તેના મારફત આ પ્રક્રિયા હાથ ધરાશે. ત્રણ થી ચાર કંપનીઓ ગીફટ સીટી મારફત આઇપીઓ લોન્ચ કરવાની તૈયારીમાં છે. હાલ અનલીસ્ટેડ કંપનીઓ કે વિદેશમાંથી નાણાં મેળવવા માંગતી હોય તેઓ જ ગીફટ સીટી સ્ટોક એક્સચેંજ મારફત આ કામગીરી કરી શકે છે.
ગીફટ સીટીને આ ઉપરાંત ગુજરાતના નિયમો લાગુ પડતા નથી અને આંતરરાષ્ટ્રીય ફાયનાન્સીયલ હબ તરીકે તેને વિકસાવવા હાલના વડાપ્રધાન અને એક સમયએ ગુજરાતના મુખ્યમંત્રી રહી ચુકેલા શ્રી નરેન્દ્ર મોદીએ ગીફટ સીટીની ક્લ્પના કરી હતી તે વાસ્તવિકતા બની રહી છે અને હાલ અનેક આંતરરાષ્ટ્રીય કંપનીઓ ગીફટ સીટીમાં કાર્યરત છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy