બગસરામાં સફાઈ કામદારોનું વિવિધ પડતર પ્રશ્ર્નો પરત્વે ચીફ ઓફિસરને આવેદન

Local | Amreli | 22 May, 2024 | 10:17 AM
નવા સફાઈ કામદારોની ભરતી સહિતના 14 મુદ્દાઓની રજૂઆત
સાંજ સમાચાર

(સમીર વિરાણી દ્વારા) 
બગસરા,તા.22

વિગત અનુસાર બગસરા માં સફાઈ કામદારો દ્વારા પાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસર ને આવેદન આપવામાં આવ્યુ હતું આ આવેદન પત્ર માં 

સફાઈ કામદારો ની 14 જેટલી સમસ્યા ઓ પર તત્કાલ અમલવારી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન આપવામાં આવેલ છે .

બગસરા માં 50 વર્ષ જૂનું સેટઅપ પ્રમાણે શહેર માં વસ્તી વધતા નવા સફાઈ કામદારો ની ભરતી કરવામાં આવે અને સફાઈ કામદારો ની ભરતી ની જાહેરાત અવાર નવાર આવવા છતાં નવા કર્મચારી ની ભરતી કરતા નથી 15 થી 20 વર્ષ વિતી ગયા છતાં યુનિફોર્મ આપવામાં આવેલ નથી સરકારશ્રીના પરિપત્ર મુજબ તારીખ 1/10/2023 થી 21,1 00 જેટલું વેતન ચૂકવવાનું હોય તે હજી સુધી ચૂકવાયેલું નથી તેનું વેરિયેશન ને એરિયસ ઝડપથી આપવા પાંચથી સાત વર્ષ થયા દિવાળી બોનસ અપાયેલ નથી તે તત્કાલ આપવા વિનંતી સફાઈ કામદારોને સાવરણો તથા સલામતી ના સધની અપતા નથી.

તે દર માશે આપવા સફાઈ કામદારોનું હાઇકોર્ટ ની ગાઈડલાઈન મુજબ ડબલ કામગીરી આપવાની મનાઈ હોવા છતાં ગાઈડ લાઈન નું પાલન ન કરવી કામગીરી કરાવવામાં આવે છે તે બંધ કરવી રોજમદાર સફાઈ કામદારો તેમજ કાયમી કર્મચારી એક દિવસ રજા પાડે તો ત્રણ દિવસનો પગાર કાપવામાં આવે છે તે બંધ કરવો સફાઈ કામદારો જો કોય અન્ય કારણોસર રજા પાડવામાં આવે તો સુપરવાયજર દ્વારા કાલથી કમે ના આવતા જેવી ધમકી આપવામાં આવે છે તે બંધ કરવી અને આવા સૂપર વાયજર ઉપર તત્કાલ કાર્યવાહી કરવી જેવી અલગ અલગ માગણી ઓ સાથે ચીફ ઓફિસર ભાવનાબેન ને આવેદન આપવામાં આવેલ હતું ત્યારે

ચીફ ઓફિસર દ્વારા આ તમામ માગણી ઓ અને આપના પ્રશ્ર્નોનું તત્કાલ નિવારણ કરવામાં આવશે. 
(તસવીર: સમીર વિરાણી બગસરા)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj