ચિંતા : મોબાઇલને કારણે હવે બાળકોની ઉંઘ અને ખુશીઓ છીનવાય છે !

World | 15 May, 2025 | 05:03 PM
રીપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો : બાળકો સબંધોની અવગણના કરે છે !
સાંજ સમાચાર

નવી દિલ્હી :
આજનાં ડિજિટલ યુગમાં સ્માર્ટફોન બાળકો અને ટીનેજર્સના જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. સ્માર્ટફોનનો વધતો જતો ઉપયોગ બાળકોને માત્ર ડિજિટલ દુનિયા સુધી જ મર્યાદિત કરી રહ્યો છે, જેનાં કારણે તેઓ તેમનાં સંબંધોને નજરઅંદાજ કરી રહ્યાં છે.

પ્રતિષ્ઠિત સાયન્સ જર્નલ પ્લસ વનમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર સ્ક્રીન ટાઇમ વધવાથી બાળકોનાં જીવનની ગુણવત્તા પર અસર પડી રહી છે. બાળકોને પરિવાર અને મિત્રોથી અલગ થઇ રહ્યા છે. સ્માર્ટફોનનાં વધુ પડતાં ઉપયોગને કારણે બાળકોમાં શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યમાં ઘટાડો થયો છે. 

સામાન્ય પ્રવૃત્તિઓમાં વિક્ષેપ
બાળકોમાં સમસ્યારૂપ સ્માર્ટફોનનાં ઉપયોગ (પીએસયુ)ની સ્થિતિ દેખાવા લાગી છે. આ સમયે સ્માર્ટફોનનો ઉપયોગ એટલો વધી જાય છે કે તે બાળકોનાં અભ્યાસ, ઉંઘ અને સંબંધોમાં ગિરાવટ આવવા લાગી છે. 

આ લક્ષણો છે
♦ વારંવાર સ્માર્ટફોનને ચકાસતા રહેવું
♦ વાંચવામાં અથવા ઊંઘમાં સમસ્યા આવવી.
♦ ફોન વિના ક્રોધ કે ચીડિયાપણાનો અનુભવ કરવો
♦ ફોનનો વપરાશ વધ્યો
♦ 2012માં, સ્માર્ટફોન ધરાવતાં બાળકોની સંખ્યા 62 ટકા હતી.
♦ 2021 સુધીમાં આ આંકડો 94 ટકા સુધી પહોંચી ગયો હતો.
♦ 2018માં, 37% બાળકો સપ્તાહનાં અંતે ત્રણ કલાક ફોનનો ઉપયોગ કરતાં હતાં.
♦ 2024 સુધીમાં આ આંકડો 73 ટકા સુધી પહોંચી ગયો હતો.
♦ પીએસયુમાં વધારો
♦ 2019માં બાળકોમાં પીએસયુની શક્યતા 23 ટકા હતી
♦ કોરોના મહામારી દરમિયાન તે વધીને 30 ટકા થઈ ગઈ હતી
♦ છોકરીઓમાં PSUનો આંક છોકરાઓ કરતાં વધારે જોવા મળ્યો.
♦ જે બાળકોના પીએસયૂનો સ્કોર ઊંચો હતો, તેમના જીવનની ગુણવત્તા નબળી. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj