અમરેલી જાફરાબાદની મામલતદાર કચેરીની હાલત દયનીય: કચેરી ખાલી કરી કર્મચારીના રહેણાંક મકાનમાં ફેરવાઇ

Local | Amreli | 11 June, 2024 | 02:52 PM
સાંજ સમાચાર

અમરેલી, તા.1
જાફરાબાદની  મામલતદાર કચેરી  સાવ જુની  હોય અને  જર્જરિત હાલતમાં હોય અને  આ કચેરી હાલતો  ખાલી કરી કર્મચારીઓ નાં  રહેણાંક મકાનમાં  ફેરવી  લેવામાં આવી  છે. ત્યાં કામગીરી ચાલુ છે. પરંતુ અમુક કામગીરીનાં વિભાગો ઉપરનાં  હોય ત્યાં ઉપર  સુધી  સિનિયર સિટીઝન  તથા વિકલાંગ લોકોને ઉપર ચડવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.

સિનિયર સિટીઝન લોકો તેઓ પોતાની કામગીરી માટે આવતા હોય પરંતુ ઉપર સુધીનાં પગથીયા મહામુસીબતે ચડવા પડતા હોય છે. અહીં જુની મામલતદાર તથા ઈધરા કચેરી હોય તમામ કામગીરી ઈધરા કોમ્પ્યુટર થતું  હોય પરંતુ અમુક કામગીરી  માટે ઈધરાથી  દુર અમુક વિભાગો કર્મચારીઓનાં  રહેણાંક બિલ્ડિંગ માં હોય ત્યાં સુધી સિનિયર સિટીઝનને વઘ્ધ લોકોને જવું પડતું હોય છે. અહીં મોટી સંખ્યામાં ગ્રામજનો , શહેરીજનો  તેમજ વિધાર્થીઓ અને મહિલાઓ અને મહિલાઓ સાથે આવતાનાના ભૂલકાઓ નાની મોટી  સરકારી કામગીરી માટે આવતા હોય છે. 

અહીં જુની મામલતદાર કચેરી સાવ જર્જરિત હાલતમાં હોય ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી હાલતમાં હોય અને અરજદારો આ કચેરીનાં છાયામાં બેઠાં હોય. આ જુની મામલતદાર કચેરી મોતનાં માંચડા સમાન ઉભી છે,  અને પડવું પડવું  થઇ રહી  હોય અને અરજદારો થી ધમધમતા મામલતદારની  જુની કચેરી ધરાશાયી થઈને કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા તંત્ર દ્વારા આ ઈમારતને જમીનગ્રસ્ત કરવામાં આવશે ? કે કોઈ મોટી દુર્ઘટના ઘટે ત્યારે આ જુની મામલતદાર કચેરી ઉતરવામાં આવશે ? જાફરાબાદ શહેરમાં તેમજ આજુબાજુનાં  ગ્રામ્ય વિસ્તારોની આ મહેસુલીખાતું મામલતદાર કચેરી નું નવનિર્માણ  ક્યારે અહીં તાલુકા પંચાયત નવી નક્કોર  બની  છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj