(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.9
સુરેન્દ્રનગરમાં એક બસની અંદર વિદ્યાર્થિની અને કંડક્ટર વચ્ચે બોલાચાલી થતા પેસેન્જરોથી ભરેલી બસ પોલીસ સ્ટેશન પહોંચી હતી. જેમાં વિદ્યાર્થિનીનાં પાસ પર ફોટો, સ્ટેમ્પ ન હોવાથી કંડક્ટરે તેને ટિકિટ લેવાનું કહેતા મામલો બિચકાયો અને બસ પોલીસ સ્ટેશને લઇ જવાઈ હતી. સુરેન્દ્રનગરથી લીંબડી જઈ રહેલી એક વિદ્યાર્થિનીને ડેપોની બેદરકારીને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
લીંબડી એસટી ડેપો દ્વારા ઇશ્યુ કરેલા પાસ પર ફોટો, સ્ટેમ્પ ન હોવાથી કંડક્ટરે તેને ટિકિટ આપવાનો ઇનકાર કરતા વિદ્યાર્થીની અને કંડક્ટર વચ્ચે બોલાચાલી થતા પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે પેસેન્જરોથી ભરેલી બસ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ હતી. જેને કારણે અન્ય મુસાફરોને હાલાકી વેઠવી પડી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy